જામનગરમાં તીન પત્તીની મોજ માણતા છ શખ્સોની ધરપકડ

  • May 01, 2021 11:18 PM 

દિ.પ્લોટ ૬૧માં દરોડો, ૨૧ હજારની રોકડ મળી આવી

જામનગરના દિગ્વિજય પ્લોટ ૬૧માં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને પોલીસે પકડી લીધા હતા. રેડ દરમિયાન ૨૧ હજારની રોકડ અને જુગારનું સાહિત્ય કબજે લેવામાં આવ્યું હતું.

જામનગરના દિગ્વિજય પ્લોટ58માં આવેલા કાના નગરમાં રહેતા વિરલ મનસુખ નંદા, જોલી બંગલા પાસે રહેતા વિશાલ તુલસીદાસ હરબડા, દીકરી પ્લોટ ચોસઠમાં રહેતો દિપક મનજી ખીજડા,દિગ્વિજય પ્લોટ માં રહેતો કલ્પેશ વાલજી માવ, ચંદ્રેશ કાંતિ શેઠિયા, દિગ્વિજય પ્લોટ58માં હિંગળાજ ચોક પાસે આશાપુરા સોસાયટીમાં રહેતો દીપ કિશોર કટારમલ નામના શખ્સોને દિગ્વિજય પ્લોટ 61 માં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પોલીસે રોકડ રૂપિયા ૨૧ હજાર અને ગંજીપત્તા સાથે દબોચી લીધા હતા. તમામની સામે સીટી-એ ડિવિઝન માં જુગારધારા મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS