રાહત ફતેહ અલી ખાનની ધરપકડ; સિંગરે વીડિયો રિલીઝ કરી જણાવી વાસ્તવિકતા

  • July 23, 2024 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એક વીડિયો જાહેર કરીને પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાને પોતાની ધરપકડના સમાચારને નકારી કાઢયા છે. સમાચારમાં જણાવવામાં આવ્યું હતું કે દુબઈ એરપોર્ટ પરથી પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.
સોમવારે મીડિયામાં એવા સમાચાર આવ્યા હતા કે ગાયકની દુબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. આ મામલો તેના પૂર્વ મેનેજર સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. છેલ્લા કેટલાક મહિનાઓથી પાકિસ્તાની સિંગરનો તેના પૂર્વ મેનેજર સલમાન અહેમદ સાથે વિવાદ ચાલી રહ્યો હતો. તેણે સલમાનને નોકરીમાંથી પણ કાઢી મૂક્યો હતો. આ વિવાદ વચ્ચે સલમાને દુબઈમાં તેની સામે ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત રાહત ફતેહ અલી ખાને પણ તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વાઇરલ થયેલા ન્યુઝમાં જણાવાયું હતું કે રાહત ફતેહ અલી ખાન એક મ્યુઝિકલ શોમાં પરફોર્મ કરવા દુબઈ ગયા હતા. જ્યાં બુર્જ દુબઈ પોલીસે તેની દુબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. જો કે, હવે ગાયકે આ તમામ સમાચારોને માત્ર અફવા ગણાવી છે અને ચાહકોને તેના પર વિશ્વાસ ન કરવા કહ્યું છે. તેમણે એક્સ પર પોસ્ટ કરતાં કહ્યું છે કે, હું ગીતો રેકોર્ડ કરવા માટે દુબઈમાં છું. મારા ગીતો અહીં ખૂબ સારું કામ કરી રહ્યા છે. બધું બરાબર છે, હું તમને બધાને વિનંતી કરવા માંગુ છું કે ફેક ન્યૂઝ પર ધ્યાન ન આપો. મારા ફેન્સ મારી શક્તિ છે. આ પહેલીવાર નથી જ્યારે રાહત ફતેહ અલી ખાન કોઈ વિવાદમાં ફસાયા હોય. આ પહેલા તેમના સ્ટુડન્ટને માર મારવાનો મામલો પણ સામે આવ્યો હતો. ગાયકનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે નશામાં ધૂત અને ઘરના હેલ્પરને મારતો જોવા મળ્યો હતો. વીડિયોમાં ગાયક એક બોટલ વિશે પૂછી રહ્યો હતો અને તેને ચપ્પલ વડે મારતો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application