રાજકોટ મહાપાલિકામાં ગઇકાલે જનરલ બોર્ડ મિટિંગમાં પાણી પ્રશ્ને પૂછેલા એક પ્રશ્નના લેખિત પ્રત્યુત્તરમાં તંત્રએ એવો એકરાર કર્યેા હતો કે રાજકોટ શહેરને હાલ સુધીમાં મળેલા નર્મદાનીર પેટે રાય સરકારના વિવિધ વિભાગોને કુલ .૧૩૪૨ કરોડની રકમ ચુકવવાની બાકી છે.
વિશેષમાં બોર્ડ મિટિંગના પ્રત્યુત્તરમાં એવો પણ એકરાર કરાયો છે કે સિંચાઇ વિભાગને ૩૮૩ કરોડ, ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રકચર બોર્ડ લિમિટેડને સૌથી વધુ ૮૦૧ કરોડ, ગુજરાત પાણી પુરવઠા બોર્ડને ત્રણ કરોડ અને સૌની યોજના હેઠળ અપાતા નર્મદાનીરના ૧૫૩ કરોડ સહિત રાય સરકારના વિવિધ વિભાગોને કુલ .૧૩૪૨.૧૮ કરોડની રકમ ચુકવવાની બાકી છે તેમ અંતમાં જણાવ્યું છે. જો કે આ દેવું કેટલા સમયગાળાનું છે તે બાબતનો ઉલ્લેખ કરાયો નથી. જીડબ્લ્યુઆઇએલ મારફતે પાઇપ લાઇનમાંથી મળતા નર્મદાનીરની પ્રતિ ૧૦૦૦ લિટરની કિંમત .૬ વસુલાઇ છે અને સૌની યોજના હેઠળ મળતા નર્મદાનીર ની પ્રતિ ૧૦૦૦ લિટરની કિંમત .૪.૭૫ મુજબ વસુલાઇ છે.
રાજકોટ શહેર માટે ૨૦૧૭થી સૌની યોજના હેઠળ સૌપ્રથમ આજી–૧માં અને ત્યારબાદ ન્યારી–૧માં નર્મદાનીર ઠલવાઇ રહ્યું છે તે પેટે પણ રાજકોટ મહાપાલિકાએ આજ દિવસ સુધીમાં એક પિયો પણ ચૂકવ્યો નથી. હાલમાં રાય સરકાર કે સરકારના કોઈ વિભાગો દ્રારા આ નાણાંની કડક ઉઘરાણી કરાતી નથી પરંતુ બિલ તો નિયમિત રીતે મોકલવામાં આવે જ છે. વહેલી ચૂકવે કે મોડી ચૂકવે કે સાવ ન ચૂકવે પરંતુ રેકર્ડ ઉપર તો આ રકમ બાકી રહે જ છે. જો ફકત એવી કલ્પના પણ કરવામાં આવે કે મહાપાલિકાએ આ રકમ ચૂકવવી પડે તો શું થાય !? જો પૂરેપૂરી રકમ ચૂકવાઈ જાય તો તંત્રની તિજોરી તળિયાજાતક થઇ જાય અને ગ્રાન્ટની ભીખ માંગવા જવું પડે તે વાસ્તવિકતા છે. મહાપાલિકા દ્રારા કરાતી વેરા વસુલાતમાંથી તો માત્ર મહાપાલિકાના ૫૦૦૦ કર્મચારીઓનો પગાર પણ ચૂકવી શકાય તેમ નથી તે વાસ્તવિકતા છે.
રાજકોટ શહેરની વસ્તી અને વિસ્તાર દિવસે દિવસે વધી રહ્યા છે, છેલ્લા ૨૫ વર્ષમાં શહેરની ભાગોળેના મવડી, નાના મવા, રૈયા, કોઠારીયા, વાવડી, મોટા મવા, મુંજકા, માધાપર, મનહરપુર–૧ (પાર્ટ) અને ઘંટેશ્વર સહિતના ૧૦ ગામો રાજકોટ શહેરમાં ભળી ગયા છે. રાજકોટને શહેરને પીવાનું પાણી પુ પાડતા આજી–૧, ન્યારી–૧ અને ભાદર–૧નું પાણી હવે રાજકોટને પુ પડતું ન હોય નર્મદાનીર ઉપર જ સમગ્ર શહેર અવલંબિત થઇ ગયું છે. જો રાજકોટ શહેરને એક પણ દિવસ નર્મદાનીર ન મળે તો પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ જાય છે અને જો બે કે તેથી વધુ દિવસ ન મળે તો શહેરના કોઇને કોઇ ઝોનમાં કાપ મુકવા ફરજ પડે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech