જામનગરમાં અસંખ્ય વૃક્ષો પડી જતા પ્રદર્શન મેદાનમાં વ્યવસ્થા ગોઠવાઇ

  • July 20, 2021 11:41 AM 

વૃક્ષો લઇ જવા લોકોએ કરી પડા પડી : માત્ર 3 વૃક્ષની ડાળી અને થડ સ્મશાને પહોંચ્યા

જામનગર શહેરમાં શનિવારે મીની વાવાઝોડુ આવતા 217 થી વધુ વૃક્ષોનો સોથ વળી ગયો હતો, મહાપાલીકા અને ફાયર બ્રિગેડ દ્વારા આ વૃક્ષોની ડાળી અને થડ પ્રદર્શન મેદાનમાં લઇ જવામાં આવ્યા હતા, કેટલાક લેભાગુ તત્વો આ પડી ગયેલા વૃક્ષો કાપીને તેનું લાકડુ લઇ જવા માગતા હતા પરંતુ આખરે તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, પરંતુ સ્મશાનમાં માત્ર 379.50 મણ વૃક્ષોના લાકડાનો જથ્થો પહોચ્યો છે.

જામનગરમાં તોફાની વરસાદ અને પવને ખુદ સ્મશાન ગૃહમાં રહેલા કેટલાક વૃક્ષોનો સોથ વાળી દીધો હતો એટલું જ નહીં મુર્તીઓ પણ ક્ષતીગ્રસ્ત થઇ હતી અને આદર્શ સ્મશાનને ભારે નુકશાન થયુ હતું, શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષો પડી ગયા છે હજુ પણ કેટલાક સ્થળોએથી વૃક્ષોની ડાળીઓ હટાવવામાં આવી નથી, ગાર્ડન શાખાનું તો હવે જાણે કે અસ્તીત્વ જ નથી તેવું લાગે છે, એકબાજુ સ્ટાફ ઓછો છે ત્યારે ગાર્ડન શાખાની કામગીરી પણ એટલી બધી વખાણવા લાયક રહી નથી.

કેટલાક લોકોને જાણ થતા પ્રદર્શન મેદાનમાં છકડો રીક્ષા બાંધીને વૃક્ષની ડાળીઓ અને થડ લેવા માટે આવ્યા હતા, પરંતુ તંત્રની વ્યવસ્થા હોવાના કારણે તેમનો મનસુબો પાર પડયો ન હતો, શહેરમાં તળાવની પાળે પણ 50 થી વધુ વૃક્ષોનો સોથ વળી ગયો છે, હજુ ગામડાઓમાં કેટલા વૃક્ષો પડી ગયા છે તે અંગુનો સાચો આંકડો બહાર આવ્યો નથી પરંતુ જામનગર શહેરમાં માત્ર 30 મીનીટના મીની વાવાઝોડાએ વર્ષો જુના વૃક્ષોને ઉખેડી નાખ્યા છે.

શહેરમાં જે વૃક્ષો તુટી પડયા છે તેના કટીંગ કરીને ખરેખર તો જામનગરના આદર્શ સ્મશાન અને ગાંધીનગરના સ્મશાનને તેનું લાકડુ આપી દેવું જોઇએ જો કે આદર્શ સ્મશાનમાં 3 વૃક્ષોના લાકડા આપ્યા છે હજુ પ્રદર્શન મેદાનમાં ઘણા બધા કાપેલા વૃક્ષો પડયા છે, આ બંને સ્મશાનોને અગ્ની સંસ્કાર માટે આ વૃક્ષોના લાકડા વિનામુલ્યે ઝડપથી આપવા જોઇએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS