અર્પિતા ખાને ભાઈ સલમાન ખાન સાથે પોતાની ફોટો શેર કરી લાગણી વ્યક્ત કરી

  • March 06, 2021 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્માએ થોડા કલાકો પહેલા એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં સલમાન ખાન પણ તેની સાથે છે. આ એક થ્રોબેક ફોટો છે. આ તસવીરો અર્પિતાના લગ્નની છે. આ તસવીર શેર કરતા અર્પિતાએ ભાઈ-બહેનો વચ્ચેની પ્રેમની લાગણી પણ શેર કરી છે.

આ તસવીરમાં સલમાન ખાને માત્ર સફેદ રંગની ધોતી પહેરી છે. અર્પિતા ખાને ફ્લોરલ પ્રિન્ટ વાળો ક્રીમ કલરની સાડી પહેરી છે, તેના પર એમ્બ્રોઇડરી છે. આમાં બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે અને ફોટા માટે પોઝ આપી રહ્યા છે. અર્પિતા ખૂબ જ સુંદર લાગી રહી છે. તેના વાળ ખુલ્લા છે. સલમાન ક્લીન સેવમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે.
 

આ તસવીર શેર કરતાં અર્પિતાએ લખ્યું, "સારી યાદો." આ સાથે તેણે લગ્ન પ્રત્યેની તેની એકસાઈમેન્ટ અને તેના ભાઈ પ્રત્યેના પ્રેમ વિશે પણ જણાવ્યું છે. તેણે હેશટેગ સાથે ખુશનસીબ, આદર અને સન્માન જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે.  અર્પિતાએ વર્ષ 2014માં અભિનેતા આયુષ શર્મા સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર આહિલ અને પુત્રી આયત શર્મા છે.

અર્પિતા ખાન પરિવારમાં સૌથી નાની છે. તે લાઈમલાઈટથી દૂર રહે છે. સલમાન ખાન ઘણી વાર તેના બાળકો આહિલ અને આયત સાથે રમતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર તેની વીડિયો પણ શેર કરવામાં આવી છે. અર્પિતાના પતિ આયુષ શર્મા પણ એક્ટર છે. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS