જિલ્લા સહકારી સંઘની એક બેઠકની ચૂંટણીમાં ૧૦૦% આસપાસ મતદાન

  • January 20, 2024 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા સહકારી સંઘની શરાફી મંડળીઓના વિભાગની એક બેઠકની આજે યોજાયેલી ચૂંટણીમાં સવારે ૯:૦૦ વાગ્યાથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બપોરે ૧:૦૦ વાગ્યા સુધીમાં ૧૧૪ માંથી ૧૦૭ નું મતદાન થઈ ચૂકયું છે. હજુ બે ત્રણ વધુ મત પડે તેવું લાગે છે અને પાંચેક મતદારો મતદાનથી દૂર રહે તેવું લાગે જણાય છે. બપોરે ૨:૦૦ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ત્યાર પછી ત્રણ વાગ્યાથી મતગણતરી શ કરવામાં આવી છે.
રાજકોટ ઝોન એકના પ્રાંત અધિકારી અને જિલ્લા સહકારી સંઘની ચૂંટણીના ઇલેકશન ઓફિસર કે. જી. ચૌધરી અને દક્ષિણ મામલતદાર કચેરીનો સ્ટાફ સવારથી જ મતદાનની પ્રક્રિયામાં અને ત્યાર પછી મતગણતરીમાં લાગી ગયો હતો. ભાજપના સત્તાવાર ઉમેદવાર તરીકે મનસુખભાઈ સંખારવા ચૂંટણી લડી રહ્યા છે અને સંઘના જુના કાર્યકર ડોકટર શીલુ પણ ચૂંટણી લડી રહ્યા છે. માત્ર બે ઉમેદવારો અને એક બેઠકની ચૂંટણી હોવા છતાં આજે રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા, રાલો સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભુપતભાઈ બોદર, રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડી.કે સખીયા અને સહકારી ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં દક્ષિણ ઝોન મામલતદાર કચેરીએ એકત્ર થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News