મણીપુરમાં સેનાએ મોટા પ્રમાણમાં શસ્ત્ર અને દારૂગોળો જપ્ત કર્યા, ત્રણની ધરપકડ

  • May 24, 2023 09:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મણિપુરમાં સેનાએ જંગી માત્રામાં હથિયારો જપ્ત કર્યા છે. વાસ્તવમાં સેનાપતિ જિલ્લાના કંગચુપ ટિંગખોંગ જંકશન પર વાહન ચેકપોસ્ટ પર મંગળવારે રાત્રે ભારતીય સેનાએ બદમાશોની યોજનાને નિષ્ફળ બનાવી દીધી છે. ચેકિંગ દરમિયાન, તેઓએ પસાર થતી એક કારને રોકી અને તેમાંથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો. તેમજ ત્રણ લોકોની ધરપકડ કરી છે.

સૂત્રો પાસેથી મળેલા ઇનપુટ્સના આધારે, ભારતીય સેનાના સ્પીયર કોર્પ્સે મંગળવારે રાત્રે 9:35 વાગ્યે મોબાઇલ વ્હીકલ ચેક પોસ્ટ પર મારુતિ અલ્ટોને અટકાવી હતી. સેનાએ ચેકિંગ દરમિયાન 5 શોટગન, 5 ઇમ્પ્રુવાઇઝ્ડ લોકલ ગ્રેનેડ અને શોટગન દારૂગોળાના ત્રણ કાર્ટન જપ્ત કર્યા છે. આ સાથે વાહનમાં સવાર ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સેનાએ ત્રણેય શકમંદો પાસેથી હથિયારો જપ્ત કરીને પોલીસને સોંપ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application