નગરમાં સંતાનોની ફી ભરવા બાબતે બોલાચાલી થતા આર્મી હવાલદારની પત્નીનો આપઘાત

  • May 10, 2021 01:45 PM 

જામનગરના એમઈએસ ફિલ્ટર પ્લાન્ટ કેમ્પ ખાતે રહેતા આર્મી હવાલદારના પત્નીએ આપઘાત કરી લેતા અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઈ જવા પામી છે, સંતાનોની શિક્ષણ ફી ભરવા બાબતે દંપતી વચ્ચે બોલાચાલી થયા બાદ માઠુ લાગી આવવાથી પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગરના એમઈએસ ફિલ્ટર પ્લાન્ટ કેમ્પ 422/1 ખાતે રહેતા અને આર્મી હવાલદાર તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્ર મહારાજ બ્રાહ્મણ ઉમર 44 એ સિટી એ ડિવિઝનમાં જાહેર કરેલી વિગતો અનુસાર, તેમના પત્ની પ્રિયદર્શની પ્રિયા ધર્મેન્દ્ર મહારાજ ઉમર વર્ષ 37 નાં સંતાનોની સ્કૂલની ફી ભરવાની હોય અને હાલ તેના પતિ પાસે પૈસા ન હોય જેથી પતિએ કહેલ કે હાલ મારી પાસે આટલા પૈસા ન હોય જેથી થોડા પૈસા તેને આપવાનું કહેલ જેથી તે બાબતે પતિ પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી.

આ બોલાચાલી બાદ તેણીને માઠું લાગી આવતા ગળાફાંસો ખાઈને પ્રિયદર્શની પ્રિયાબેનએ આપઘાત કરી લેતા અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS