સૌરાષ્ટ્ર્રમાં ગેરકાયદે હથિયારો સપ્લાય કરવાના નેટવર્કનો એટીએસ (એન્ટિ ટેરેરીસ્ટ સ્કવોડ) દ્રારા પર્દાફાશ કરાયો છે. લોકસભાની ચૂંટણી સમયે જ હથિયારોનો મોટો જથ્થો પકડાતા સમગ્ર તત્રં હચમચી ઉઠયું છે. ઝડપાયેલા શખસોમાં મધ્યપ્રદેશ સહિતના છ ઈસમનો સમાવેશ થાય છે. અત્યાર સુધી એટીએસની ટીમે ૨૫ હથિયાર કબજે કર્યા છે. તમંચા, પિસ્ટલ, રિવોલ્વર જેવા આ હથિયારો સૌરાષ્ટ્ર્રમાં રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર પંથકમાં સપ્લાય થયા હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. હથિયારો સાથે કાટિર્સનો મોટો જથ્થો પણ પોલીસને હાથ લાગ્યો છે.
એટીએસને હથિયારો ગેરકાયદે વેચવાનું નેટવર્ક ચાલતું હોવાની ખાનગી રાહે માહિતી મળી હતી. જે આધારે એટીએસની ટીમો દ્રારા અલગ–અલગ સ્થળેથી છ શખસોને ઉઠાવી લેવાયા હતા. શિવમ નામના શખસ સહિતનાની પૂછતાછમાં છેલ્લા ત્રણેક માસથી હથિયારો વેચવાનું કારસ્તાન ચાલતું હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓએ આપેલી કેફિયત મુબ એટીએસની ટીમો દ્રારા ગુ રીતે રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર પંથકમાં દરોડા પાડયામાં આવ્યા હતા.
આરોપીની કેફિયતના આધારે દરોડા પાડીને અત્યાર સુધી ૨૫ જેટલા હથિયાર કબજે લેવાયા છે. છ શખસોને પકડયા હોવાનું જાણવા મળે છે. આરોપી મધ્યપ્રદેશથી હથિયારો લઈ આવતા હતા.અહીં બે, પાંચ હજારનું હથિયાર જેવો ખરીદદાર એ રીતે ૨૫, ૩૦ હજાર કે એથી વધુ કિંમતે વેચી દેતા હતા. છેલ્લ ા ત્રણેક માસથી ટ્રેન કે આવી રીતે હથિયારો એમપીથી લાવતા હતા. રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર પંથકમાં જેઓને હથિયાર આપ્યા હતા તેમને પણ સકંજામાં લેવાયા હોવાનું જાણવા મળે છે. ચોટીલા પંથકના મનોજ નામના શખસનો પણ રોલ હોવાથી તેને પણ ઉઠાવી જવાયો હોવાની માહિતી મળી રહી છે. લોકસભાની ચૂંટણીના દિવસોમાં જ એકસાથે બે ડઝનથી વધુ ફાયર આમ્ર્સનો મોટો જથ્થો પકડાતા ભારે હલચલ મચી જવા પામી છે. સ્થાનિક પોલીસ પણ ઉંઘતી રહી અને એટીએસની અલગ અલગ ટીમોએ હથિયારો અને સપ્લાયર સહિતનાને દબોચી લીધા છે. ઝડપાયેલા શખસો ઉપરાંત અન્ય વોન્ટેડની પણ શોધખોળ આરંભાઈ હોવાનું જાણવા મળે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો ધમકી આપનાર સાથે શું થયું
January 27, 2025 10:10 AMરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech