પોરબંદરમાં હત્યાના ગુન્હામાં હથિયાર આપનાર ઇસમની પેરોલ ફર્લો સ્કવોડે ગોધરાથી ધરપકડ કરી લીધી છે. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા દ્વારા તેમજ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પેરોલ ફરારી આરોપીઓને પકડી પાડવા સારુ સુચના કરવામાં આવેલ છે. જે અનુસંધાને પેરો ફર્લો સ્કવોડ પોરબંદરના પોલીસ સબ ઇન્સપેકટર એચ.એમ. જાડેજા તથા પેરોલ ફર્લો સ્કવોડના માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એ. એસ.આઇ. જે.આર. કટારા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ હરેશભાઇ સીસોદીયા તથા પિયુષભાઇ સીસોદીયા તથા વજશીભાઇ વ, પ્રકાશભાઇ નકુમને સંયુકત બાતમી રાહે હકીકત મળેલ કે બગવદર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુન્હો નોંધાયો હતો જેમાં હથિયાર પૂરુ પાડનાર નાશતો ફરતો આરોપી ગોધરા ખાતે રહે છે. જે હકીકતના આધારે ત્યાં જઇ તપાસ કરતા આ ફરાર આરોપી સુનીલ બાબુભાઇ શીંગાડ, ઉ.વ. રહે મહુડી પાડા, હિંમતગઢ, ગામ તા. પીપલખુટા, જી. રતલામ, રાજ્ય મધ્યપ્રદેશ મળી આવેલ જેને આગળની તપાસ થવા સારુ બગવદર પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે. આ કામગીરીમાં પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સપેકટર એચ.એમ. જાડેજા તથા એ.એસ.આઇ. એચ.કે. પરમાર તથા જીણાભાઇ કટારા, પીયુષભાઇ બોદર તથા હેડ કોન્સ્ટેબલ પિયુષભાઇ સીસોદીયા,ા પ્રકાશભાઇ નકુમ, જેતમલભાઇ મોઢવાડીયા, વજશીભાઇ વ તથા કેશુભાઇ ગોરાણીયા, હરેશભાઇ સીસોદીયા, પોલીસ કોન્સ્ટેબલ આકાશભાઇ શાહ તથા ટેકનીકલ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech