જૂનાગઢમાં ખ્વાજા નગર વિસ્તારમાં રહેતા સલીમભાઈ મોહમ્મદભાઈ સાંધ ના રઘુવીર સોસાયટીમાં રહેતા ફઈ ના ઘરે કોઈ અજાણ્યા ઈસમો માથાકૂટ કરવા આવ્યા હતા જેથી પરિવાર સાથે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવા ગયેલ. યુવક તાલુકા પોલીસ સ્ટેશનથી પરત ફરી બાઈક પર જતો હતો તે દરમિયાન રસ્તામાં પાનની દુકાન પાસે સોડા લેવા ઉભેલ તે દરમિયાન ૧૦ શખ્સો એ યુવક પર હત્પમલો કરી આડેધડ છરીના ઘા મારી અને લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે મારી ઇજાગ્રસ્ત કર્યાના બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રા વિગત મુજબ ખ્વાજા નગર વિસ્તારમાં રહેતા સલીમભાઈ સાંઘના રઘુવીર સોસાયટીમાં રહેતા ફઈ ખતીબેન હબીબભાઈ સાંધ ના મકાનમાં ગઈકાલે બપોરે કોઈ અજાણ્યા ઈસમો માથાકૂટ કરવા આવેલ જેથી ફઈ ખતિબેન તથા તેના ઘરના સભ્યો અને સલીમભાઈ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ઇસમો વિદ્ધ ફરિયાદ આપવા ગયેલ હતા. ફરિયાદ આપ્યા બાદ સલીમભાઈ બાઈક પર તેના ઘરે જતા હતા તે દરમિયાન ખામધ્રોળ રોડ પર ખોડીયાર મંદિર ની બાજુમાં આવેલ દુકાને સોડા લેવા ઉકેલ હતા તે દરમિયાન સાવન મુન્નાભાઈ, હિતેશ અને અનિલ ત્રણ શખ્સો કારમાં આવેલ હતા અને હાથ અને કોણીના ભાગમાં છરીના છરકા માર્યા હતા. ત્યારબાદ બે થી ત્રણ બાઈક પર સાત અજાણ્યા શખ્સો પણ લાકડાના ધોકા અને લોખંડના પાઇપ લઈ પહોંચ્યા હતા અને સલીમભાઈને આડેધડ માર મારી છરીના ઘા માર્યા હતા. ઈજાગ્રસ્ત યુવકને સારવાર હેઠળ હોસ્પિટલે ખસેડાયો હતો. મારામારીના બનાવમાં યુવકે ૧૦ શખ્સો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી પીએસઆઇ સરવૈયાએ હાથ ધરી છે.
પૂર્વ કોર્પેારેટરના માણસોની લુખ્ખાગીરી
ખામધ્રોળ રોડ પર રઘુવીર સોસાયટીના આ બનાવમાં મહિલાના ઘરે પૂર્વ કોર્પેારેટર કિરીટ ભીંભા ઉર્ફે મુન્નાભાઈના ડ્રાઇવર અને માણસોએ લાકડી અને લોખંડના પાઇપ સાથે આવી મહિલા પર હત્પમલો કરી ઇજાગ્રસ્ત કરી ગાળો ભાંડી બાઈકમાં તોડફોડ કર્યાના બનાવમાં લુખ્ખાગીરી અંગે ત્રણ સામે ફરિયાદમાં સાથે રહેનાર ઉપર ફરી હત્પમલો થયો હતો. ખામધ્રોળ રોડ રઘુવીર સોસાયટીમાં ખતીજાબેન હબીબભાઈ સાંધ તેના ઘરે હતા તે દરમિયાન પૂર્વ કોર્પેારેટર મુન્નાભાઈ કિરીટ ભીંભાના ડ્રાઇવર અનિલભાઈ, મુન્નાભાઈનો માણસ નંદો અને જયેશ ઉર્ફે વ ત્રણેય શખસો લોખંડના પાઇપ અને છરી તથા લાકડી લઈ મહિલાના ઘર પાસે આવી લુખ્ખાગીરી કરી ખતીજા બેન અને તેના વહત્પ ને પછાડી દઈ માર માર્યેા હતો. મારામારીમાં વચ્ચે પડેલા આરીફ ભાઈને પણ લાકડી વડે માર મારી ઇજાગ્રસ્ત કર્યા હતા. ત્રણેય શખસો એ માર મારી ત્યારબાદ મહિલાની એકટીવાને પણ નુકસાન પહોંચાડું હતું. મારામારીના બનાવ અંગે મહિલાએ પૂર્વ કોર્પેારેટરના માણસો સામે ફરીયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech