અહેમ યુવા સેવા ગ્રુપ દ્વારા તા.૮-૬-૨૦૨૫ રવિવારના રોજ રાહત દરે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
રાષ્ટ્રસંત ગુરુદેવ નમ્રમુનિ મ.સા. પ્રેરિત અહેમ યુવા સેવા ગ્રુપ ભાવનગર અને તેની આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સેવાકિય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે.અહેમ યુવા સેવા ગ્રુપ દ્વારા ઘરે ઘરેથી પસ્તી એકઠી કરવામાં આવે છે અને તેમાંથી ભેગી થયેલી રકમમાંથી વિવિધ પરોપકારી પ્રવુતિ હાથ ધરવામાં આવે છે. નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે અને અભ્યાસ માટે નો ખર્ચ દિન પ્રતિ દિન વધતો જઇ રહ્યો છે. આવા સંજોગોમાં મધ્યમ વર્ગીય કુટુંબના બાળકો માટે અભ્યાસ ખર્ચ મોંઘો થતો જઈ રહ્યો છે.
આવા કઠીન સંજોગોમાં અહેમ યુવા સેવા ગ્રુપ દ્વારા પસ્તીમાંથી એકઠી થયેલ રકમમાંથી બાળકોને સહાયરૂપ થવા રાહતદરે ચોપડા (ફુલસ્કેપ નોટબુક) વિતરણ નું આયોજન કરવામાં આવ્યુ છે આ વિતરણ કાર્યક્રમનું આયોજન તા. ૮-૬-૨૦૨૫ રવિવારના ૩૫૦૦૦ ચોપડા નું વિતરણ કર્યું હતું.આપ પણ આ સેવાકિય પ્રવુતિમાં ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે યથાશક્તિએ ફાળો આપી શકો છો. આપના ઘરમાં રહેલી પસ્તી ડોનેટ કરવા અમારો સંપર્ક મો.૯૧૩૬૪૪૨૪૯૩ ઉપર કરી શકો છો. આ વેળાએ રિંકુદીદી,તૃપ્તિદીદી, કલ્પાદીદી, અમીદીદી, બીજલદીદી, ડિમ્પલદીદી, સમીરભાઈ, જયેશભાઈ, નિલેશભાઈ,યોગેશભાઈ, જીમિતભાઈ, જૈનમભાઈ, કવિલભાઈ, રાજુભાઈ, દિલીપભાઈ, ભાવુભાઈ,મનીષભાઈ દોશી વગેરે ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech