મ્યુ.કમિશનરએ સ્ટાફને પૂછયું, ફિલ્ડ વર્ક કરો છો કે ઓફિસમાં જ બેસી રહો છો ?

  • June 04, 2024 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના નવ નિયુકત મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇ ફિલ્ડ વર્કના આગ્રહી હોય અને ફિલ્ડ વર્કથી જ વાસ્તવિકતાનો સાચો ખ્યાલ આવે તેવો ધ્ષ્ટ્રિકોણ ધરાવતા હોય શહેરમાં નિમણુકં થતાની સાથે જ તેમણે ફિલ્ડ વર્ક શ કયુ છે, દરમિયાન તેમણે વોર્ડ નં.૭ અને ૮ની વોર્ડ ઓફિસની સાઈટ વિઝીટ કરી ત્યારે ઉપસ્થિત સ્ટાફને પૂછયું હતું કે ઓફિસમાં બેઠા બેઠા જ કામ કરો છો કે કયારેય ફિલ્ડ વર્ક પણ કરો છો ?

ફિલ્ડ વર્ક ઉપર સતત ભાર મૂકી રહેલા રાજકોટ મ્યુનિસીપલ કમિશનર દેવાંગ દેસાઈએ રોજ વોર્ડ નં.૭ની વોર્ડ ઓફિસ અને વોર્ડ નં.૮ની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ઓફિસની મુલાકાત કરી વોર્ડ ઓફિસ ખાતે થતી કામગીરીનું નિરીક્ષણ કયુ હતું.

મ્યુનિસિપલ કમિશનરએ વોર્ડ નં.૭માં વોર્ડ ઓફિસ ખાતે થતી કામગીરી નિહાળી તેમજ ડ્રેનેજ અને વોર્ડ ઓફિસ ખાતે ઓનલાઇન–ઓફલાઈન આવતી ફરિયાદોની માહિતી મેળવી હતી. વધુમાં મ્યુનિસિપલ કમિશનરએ વોર્ડ નં.૭ની ફાયર એનઓસી અને બીયુ સર્ટીફીકેટ ચકાસણીની ટીમ દ્રારા આજની કામગીરી કરવા અંગેની માહિતી પણ મેળવી હતી.


વોર્ડ નં.૮ની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ઓફિસ ખાતે મ્યુનિસિપલ કમિશનરએ સફાઈ કામગીરી સાથે જોડાયેલા સફાઈ કામદારો પાસેથી સફાઈની કામગીરીનું નિરીક્ષણ કયુ તેમજ સફાઈ અંગેના પ્લાનિંગની અને સફાઈ કામદારોના સેટ–અપની પણ માહિતી મેળવી હતી. મ્યુનિસિપલ કમિશનરની વિઝિટ દરમ્યાન વોર્ડ નં.૭ના વોર્ડ ઓફિસ કમલેશ ઠાકર અને વોર્ડ નં.૮ના એસ.આઈ. ડાભી ઉપસ્થિત રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application