કેન્સર એ ખૂબ જ ખતરનાક અને જીવલેણ રોગ છે. WHO અનુસાર દર છમાંથી એક મૃત્યુ કેન્સરને કારણે થાય છે. કેન્સરની સારવાર ત્યારે જ શક્ય છે જ્યારે તેની વહેલી ખબર પડી જાય પરંતુ માહિતીના અભાવે મોટાભાગના લોકો તેની અવગણના કરે છે.
કેટલીક સમસ્યાઓ એવી હોય છે જેને લોકો નાની ગણીને અવગણના કરે છે પરંતુ તે કેન્સરના લક્ષણો હોય શકે છે. ઘણા લોકો ગુટખા અને તમાકુના સેવનને મોઢાના કેન્સરનું કારણ માને છે પરંતુ સત્ય એ છે કે પાન-સોપારી, ધુમ્રપાન અને દારૂના સેવનથી પણ મોઢાનું કેન્સર થઈ શકે છે. મોઢાની અંદર અમુક પ્રકારના છાલા કે ચાંદા દેખાવા કેન્સરના સંકેતો પણ હોય શકે છે.
શું મોઢાના ચાંદા કેન્સરની નિશાની છે?
હેલ્થ એક્સપર્ટના મતે મોઢામાં ચાંદા પડવા સામાન્ય વાત છે પરંતુ ક્યારેક આ સમસ્યા કેન્સર જેવી બીમારીઓનું કારણ પણ બની શકે છે. મોઢામાં ચાંદા એ બહુ સામાન્ય સમસ્યા છે પરંતુ તેને નજરઅંદાજ કરવી યોગ્ય નથી. નિષ્ણાત દ્વારા તેની તપાસ કરવી જોઈએ. કેટલીકવાર એલર્જીના કારણે પણ ચાંદા થાય છે, જે સારવાર બાદ પણ રૂઝાઈ રહ્યા નથી તો કેન્સર ટેસ્ટ કરાવવો જોઈએ.
જીભ પરના ચાંદા કેન્સરની નિશાની?
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે જો મોંની અંદર જીભ પર ક્યાંય પણ છાલા કે ચાંદા હોય અને તે 3-4 અઠવાડિયા પછી પણ રૂઝાઈ ન રહ્યા હોય તો કોઈપણ વિલંબ કર્યા વિના બાયોપ્સી કરવી જોઈએ. કારણકે તે કેન્સરના સંકેત પણ હોય શકે છે. આમાં બિલકુલ બેદરકારી ન હોવી જોઈએ. આ રોગ જેટલી જલદી પકડાય તેટલી ઝડપી અને સરળ સારવાર કરી શકાય છે.
શું બાયોપ્સી કેન્સર મટાડશે?
હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે બાયોપ્સી પછી કેન્સર મટતું નથી એ ખોટી માન્યતા છે. નિષ્ણાતો દ્વારા બાયોપ્સી કરાવવામાં ફાયદો છે. આનાથી રોગને નિયંત્રણમાં રાખી શકાય છે.
નિષ્ણાતોના મતે લેસર દ્વારા ગાંઠને બાળવી યોગ્ય નથી. આના કારણે ઉપરનો ભાગ બળી જાય છે પરંતુ અંદરથી તે ઠીક થતો નથી. તેથી માત્ર બાયોપ્સી કરવી જોઈએ. જેથી સંપૂર્ણ અને સાચી સારવાર થઈ શકે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech