બિગ બોસ ફેમ અર્ચનાના પિતાનો પ્રિયંકા ગાંધીના PA સામે આરોપ

  • March 10, 2023 04:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • મેરઠ પોલીસને ફરિયાદ કરી કે સંદીપ સિંહે અર્ચનાને ધમકી આપી
  • પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત નહીં કરવા દેવા ઉપરાંત જાતિવાદી ટિપ્પણી કરી


બિગ બોસ 16ની ટૉપ 5 ફાઇનાલિસ્ટ અર્ચના ગૌતમના પિતા ગૌતમ બુદ્ધે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના PA સંદીપ સિંહ વિરુદ્ધ ફરિયાદ કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે સંદીપ સિંહે દીકરી અંગે જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ગૌતમ બુદ્ધે સંદીપ સિંહ વિરુદ્ધ મેરઠના પરતાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. તેમણે દાવો કર્યો છે કે તેમની દીકરી અર્ચના લાંબા સમયથી પ્રિયંકા ગાંધીને મળવાનો પ્રયાસ કરતી હતી, પરંતુ સંદીપ મળતા દેતો નહોતો.

ગૌતમ બુદ્ધે કહ્યું હતું, પ્રિયંકા ગાંધીના આમંત્રણ પર અર્ચનાને 26 ફેબ્રુઆરીના રોજ સંદીપ સિંહે કોંગ્રેસ મહાધિવેશનમાં ભાગ લેવા માટે છત્તીસગઢ બોલાવી હતી. અર્ચનાએ પ્રિયંકાને મળવા માટે સમય માગ્યો, પરંતુ સંદીપ સિંહે ના પાડી દીધી. પછી અર્ચના સાથે દુર્વ્યવહાર કર્યો. અર્ચનાના પિતાએ દીકરીને જીવનું જોખમ હોવાનું કહીને સુરક્ષા માગી છે. મેરઠ પોલીસે આ મામલે IPCની કલમ 504, 506 તથા SC ST એક્ટ હેઠળ કેસ કરીને તપાસ શરૂ કરી છે.

અર્ચનાએ સો.મીડિયામાં લાઇવ આવીને સંદીપ સિંહ પર અનેક આક્ષેપો કર્યા હતા. તેણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી સંદીપ સિંહથી નારાજ છે. સંદીપ સિંહ કોઈને પણ પ્રિયંકા ગાંધીને મળવા દેતો નથી. તે વ્યક્તિએ તેને જેલમાં નાખવાની ધમકી પણ આપી હતી.

અર્ચનાના પિતાએ મેરઠના પોલીસ વડાને કરેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમની પુત્રી અર્ચના ફેબ્રુઆરીમાંકોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાના આમંત્રણથી હસ્તીનાપુર મહાઅધિવેશનમાં ગઇ હતી. ત્યારે પ્રિયંકા ગાંધી સાથેની મુલાકાતનો તેમના પીએ સંદીપ સિંહે સમય આપવા ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં તેમણે મારી દીકરી સાથે જાતિભેદનો વર્તાવ કર્યો હતો. જેનાથી મારી દીકરીનું માનસન્માન ઘવાયું છે અને અમારા સમગ્ર પરિવારને આઘાત લાગ્યો છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application