વિજળી પડતા ઘ્વજદંડ ક્ષતિગ્રસ્ત થયો: પુરાતત્વ અધિકારી

  • July 17, 2021 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાધીશ મંદિરમાં મરામત સુધી ઘ્વજાજીનું વૈકલ્પિક જગ્યાએ આરોહણ

યાત્રાધામ દ્વારકામાં તાજેતરમાં ગાજવીજ સાથે પડેલા વરસાદમાં જગતમંદિર પર વિજળી પડી હોય જેમાં મંદિરના બંધારણને કોઇ જ નુક્સાની ન થતાં માત્ર ધ્વજદંડ ક્ષ્ાતિગ્રસ્ત બન્યો હતો. પુરાતત્વ વિભાગના અધિકારી શાહના જણાવ્યાનુસાર જગતમંદિરના શિખર પર આશરે વીસથી પચ્ચીસ વષ્ર્િ પહેલાં લાઇટીંગ ક્ધડકટર અરેસ્ટર રાખવામાં આવેલ જેના લીધે વિજળી સીધી જ જમીનમાં ઉતરી ગઇ હતી અને મંદિરનું બંધારણ સુરક્ષ્ાિત રહેવા પામ્યું હતું.

વધુમાં તેમણે જણાવેલ કે વિજળી ત્રાટક્વાની ઘટનાને લીધે જગતમંદિર પર ધ્વજદંડને મામૂલી ક્ષ્ાતિ થવા પામેલ છે જેના માટે એપર્ટ કારીગર આવ્યે તેની મરામતની કામગીરી હાથ ધરાશે. હાલમાં ભારે પવન, વાતાવરણમાં ભેજને લીધે દોરડા ઇત્યાદિમાં વ્યાપક ભેજ તેમજ ક્ષ્ાતિગ્રસ્ત સ્તંભને લીધે તેમજ સુરક્ષ્ાા કારણોસર ધ્વજાજીનું આરોહણ ધ્વજદંડમાં ઉપરની જગ્યાએ થવાને બદલે સ્તંભની નીચેના ભાગે આવેલ વૈકપિક જગ્યાએ કરવામાં આવી રહયું છે.

અત્રે ઉલેખનીય છે કે જગતમંદિર પર સવારે ત્રણ તેમજ બપોર બાદ બે એમ કુલ પાંચ ધ્વજાજીનું દરરોજ આરોહણ કરાય છે. વિજળી પડવાની દુર્ઘટના છતાં જગતમંદિર પર અવિરતપણે ધ્વજાજીનું આરોહણ અબોટી સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આર્કોલોજી વિભાગના અધિકારી શાહના જણાવ્યાનુસાર આગામી 17 તારીખ આસપાસથી ધ્વજદંડની મરામત થયે ધ્વજારોહણ પુન: પરંપરાગત જગ્યાએ કરાશે તેવી સંભાવના છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)