રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગએ આગાહી કરી છે.એપ્રિલ હવે વધુ આકરો બનવાના અત્યારથી જ એંધાણ વર્તાઈ રહ્યા છે. માર્ચ પૂરો નથી થયો ત્યાં જ તાપમાનનો પારો ૪૦ ડિગ્રી સુધી ઉંચકાઈ ગયો છે જે આવનારા સમય માં માર્ચ કે અપ્રીલની ગરમી નો રેકોર્ડ તોડે તો પણ નવાઇ નહી. સાથે સાથે સૌરાષ્ટ્રમાં જળસંકટનાં એંધાણ જોવા મળી રહ્યા છે.
ગુજરાતમાં લોકો એ હવે ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે. આગામી દિવસોમાં તાપમાનમાં ૧થી ૨ ડિગ્રીનો વધારો થશે.
ઉત્તર ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રના જળાશયોમાં માત્ર ૪૦ ટકા ઓછું પાણી બચ્યું છે. તો રાજ્યના કુલ જળાશયોમાં માત્ર ૫૭ ટકા જેટલું પાણી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી બે દિવસ રાજ્યમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળશે. ગુજરાતના મોટાભાગે હિટવેવના વિસ્તારોમાં તાપમાન ૩૯- ૪૦ ડિગ્રી રહેવાની શક્યતા છે. કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને, અમરેલીમાં હિટવેવની આગાહી છે. જેમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેશે.
ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી છે.પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, કચ્છમાં ભીષણ ગરમી પડશે. તો ગીર સોમનાથમાં સિવિયર હીટવેવની આગાહી છે. અત્યાર સુધી મોટાભાગના શહેરોનું તાપમાન ૩૮ ડિગ્રી ઉપર નોંધાયું છે.ઉલ્લેખનિય છે કે દર વર્ષે માર્ચ મહિનાની શરૂઆતથી ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે અગાઉના વર્ષની તુલનામાં માર્ચ મહિનાનું સામાન્ય તાપમાન ઓછું રહ્યું છે. માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો, પરંતુ આ મહિનાના બીજા સપ્તાહથી જ તાપમાનથી ગુજરાતવાસીઓને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.જે હવે વધુ કડવો બનશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોંડલ : ગુંદાળા ચોકડી પાસે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રાટકી SMC
April 11, 2025 12:31 PMજામનગર: આખરે ભૂલ દેખાઈ અને દંડ કર્યો માફ...જાણો શું ઘટના હતી
April 11, 2025 12:22 PMસાઈ અભ્યંકરના સુર અને સંગીતમાં ગજબની તાકાત, રહેમાનને રિપ્લેસ કરી દીધા
April 11, 2025 12:14 PMરણવીર સિંહની 'ડોન 3' નું શુટિંગ ફરી અટકી પડતા અનેક અટકળો
April 11, 2025 12:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech