હર્ષદપુર, મોખાણા, ખીમલીયા માર્ગ પર નાગમતી નદી પર નવા પુલના કામ મંજુર

  • July 20, 2021 11:45 AM 

પુનમબેન માડમ દ્વારા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો આભાર વ્યકત કર્યો

જામનગર તાલુકા માટે નાયબ મુખ્યમંત્રી અને માર્ગ મકાન મંત્રી નીતીનભાઇ પટેલ દ્વારા હર્ષદપુર, મોખાણા, ખીમલીયા રોડ ઉપર નાગમતી નદી પર નવા પુલના બાંધકામનું કામ મંજુર કરવામાં આવેલ હોય. જનસુવિધાના આ મહત્વનું કામ મંજુર થતા સંસદસભ્ય પુનમબેન માડમએ મુખ્યમંત્રી વિજયભાઇ પાણીજી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલનો આભાર વ્યકત કર્યો છે.

રાજયના નાયમુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગના મંત્રી નીતીનભાઇ પટેલએ હર્ષદપુર, મોખાણા, ખીમલીયા રોડ ઉપર નાગમતી નદી પર નવા પુલના બાંધકામ માટે અંદાજીત ા. 400 લાખ અંકે ા. 4 કરોડના કામને સૈદ્ધાંતિક મંજુરી આપેલ છે અને આગળની પ્રક્રિયા હાથ ધરવા સુચના અપાયેલ છે.

આમ જામનગર તાલુકામાં અંકે ા.4 કરોડના પુલનું કામ મંજુર થતા લગન વિસ્તારોના ગામો પરિવહન અને આવના જાવન માટે ખુબ સાનુકુળતા થશે. આ માટે સંસદસભ્ય પુનમબેન માડમએ મુખ્યમંત્રી વિજયભાઇ પાણીજી અને નાયબમુખ્યમંત્રી નીતીનભાઇ પટેલનો આભાર વ્યકત કર્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS