રાષ્ટ્રપતિ દ્વારા તાજેતરમાં પસાર કરાયેલા ત્રણ સુધારેલા ફોજદારી કાયદા પર મંજૂરી, સગીરા પર રેપ કરનારને ફાંસી

  • December 25, 2023 11:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, આજે ભારતીય ન્યાયિક સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમને મંજૂરી આપી છે. આ સાથે હવે ત્રણેય અધિનિયમ કાયદો બની ગયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા બિલ રજૂ કરાયા હતા.


આજે સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સંસદના શિયાળુ સત્રમાં તાજેતરમાં પસાર કરાયેલા ત્રણ સુધારેલા ફોજદારી કાયદા બિલને મંજૂરીની મહોર લગાવી દેવામાં આવી છે. પરિણામે હવે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા બિલ માટે કાયદો બનવાનો માર્ગ મોકળો બન્યો છે. જેથી ભારતીય દંડ સંહિતા (IPC) ને ભારતીય ન્યાય (સેકન્ડ) કોડ, ભારતીય નાગરિક સંરક્ષણ (સેકન્ડ) કોડ દ્વારા ફોજદારી કાર્યવાહી (CrPC) કોડ અને ભારતીય પુરાવા (સેકન્ડ) કોડ દ્વારા ભારતીય પુરાવા અધિનિયમ દ્વારા બદલાશે. બિલ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા રજૂ કરાયા બાદ પસાર કરાયા હતા.


રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે આ મામલે જણાવ્યું હતું કે "આ ત્રણ બિલ સર્વસંમતિથી પસાર કરાયા છે. જે દેશના નાગરિકો માટે હાનિકારક હતા અને વિદેશી શાસકોની તરફેણ કરતા હતા. 141 વિપક્ષી સાંસદોના સસ્પેન્ડ કરી દેવાના મુદા વચ્ચે 20 ડિસેમ્બરના રોજ નીચલા ગૃહમાં બિલ પસાર કરાયા બાદ અમિત શાહે બંને ગૃહોમાં બિલનો બચાવ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application