જામનગરના મહીલા કાર્યકરની પ્રદેશ આઈ.ટી વિભાગના સૌરાષ્ટ્ર ઝોનના સહસંયોજક તરીકે નિમણુંક

  • May 20, 2021 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા તાલુકાના મૂળ વતન અને હાલ જામનગરના આશાબેન સંજયભાઈ નકુમ (સતવારા)ની ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સંગઠનમાં ભાજપા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની સુચના અને માર્ગદર્શનથી પ્રદેશ આઈ.ટી વિભાગના સૌરાષ્ટ્ર ઝોનના સહસંયોજક તરીકે નિમણુંક કરવામાં આવી છે.

આશાબેન અગાઉ 2016 થી 2019 દરમિયાન સંઘ પ્રદેશ- દાદરા નગર હવેલીમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ આઈ.ટી. અને સોશ્યલ મિડીયા સંયોજક તરીકેની મહત્વની જવાબદારી નિભાવી ચુક્યા છે. ત્યાર બાદ ગુજરાત પરત આવી, પ્રધાનમંત્રી પ્રસાર પ્રચાર અભિયાન સિમિતિ, ગુજરાત પ્રદેશના મહિલામહામંત્રી તરીકે પણ નિયુક્તિ થયેલ. સોશ્યલ મિડીયા અને રાજકીય સૂઝબૂઝના સમન્વયથી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા હાલારની દીકરીને અત્યંત મહત્વપુર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS