જામનગર જિલ્લાના ધર્માંસદ (ધર્મસાંસદ) પદે હિરેનભાઈ ત્રિવેદીની નિમણુંક

  • July 22, 2021 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સંતો, મહંતો, રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં કરાઇ વરણી

પરમ ધર્મ સંસદ 1008 દ્વારા સુરેન્દ્રનગર તથા રાજકોટ નીવિધાનસભાઓમાં ધમર્ધિાયકો કાર્યરત થશે. સનાતન વૈદિક હિન્દુ પરમ ધર્મ સંસદ 1008 એ વિશ્વભરમાં સનાતની હિન્દુજનોના પ્રશ્નોને વિશ્વસ્તર ઉપર વાચા આપતી હિન્દુઓના સર્વોચ્ચ ધમર્ચિાર્ય જગદગુરુ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત સંસ્થા છે. ધર્મ વિષયક નિર્ણય લઈ શાસ્ત્રીય પ્રતિપાદન દ્વારા હિન્દુ ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે કટિબદ્ધ એક પ્રકારે સંસદની ગરિમા મુજબ ની આ પરમધર્મ સંસદ છે. જેમાં પ્રત્યેક સંસદીય ક્ષેત્રમાથી ધમર્સિદોની નિયુક્તિ કરાઇ છે.

સમગ્ર દેશમાંથી 544 પ્રતિનિધિઓ ઉપરાંત 281 ધર્મવિષયના તજજ્ઞ અને દેશની ચાર પીઠોમાં થી, ચાર ધામ માં થી, 12 જ્યોતિર્લિંગ માં થી, 51 શક્તિ પીઠમાં થી, 5 વૈષ્ણવાચાર્યમાં થી, તમામ વૈદિક સંપ્રદાયો અને બિનહિન્દુ સંપ્રદાયના પ્રતિનિધિઓ તેમજ રાષ્ટ્રીય કક્ષાની તમામ રાજનૈતિક પાર્ટીઓમાંથી પ્રતિનિધિઓનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત વિદેશમાં જ્યાં હિન્દુ વસે છે તેવા દેશોમાં થી પણ એક એક પ્રતિનિધિ મળીને કુલ 1008 પ્રતિનિધિઓની આ સભાના પરમારાધ્ય પરમધમર્ધિીશ પુજ્યપાદ જ્યોતિષપીઠાધીશ્વર એવં દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતિજી મહારાજ છે. તેમજ પ્રવર ધમર્ધિીશ પુજ્યપાદ સ્વામીશ્રી: અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ છે. તેઓની નિશ્રામાં સનાતન ધર્મના પડકારો, પ્રશ્નો, વિચારો, પ્રકાશનો અને ધર્મ સંબંધી તમામ મોરચાઓનું સફળ સંચાલન થાય તે માટે 108 ભિન્ન ભિન્ન સેવાલયો ની સ્થાપના કરવામાં આવી છે. આગળ ના તબક્કા માં રાજ્ય સ્તર ઉપર વિધાનસભાની તર્જ ઉપર એક પરમધર્મ સભા નું ગઠન પ્રત્યેક પ્રદેશમાં કરવામાં આવનાર છે. અને તે રીતે ગુજરાત રાજ્યમાં 182 ધર્મધાયકોની નિયુક્તિ કરવામાં આવનાર છે.

આ કાર્યક્રમ ના અંતર્ગત પરમધર્મ સંસદ 1008 ના પરમ ધમર્ધિીશ જગદગુરુ શંકરાચાર્યજી મહારાજની આજ્ઞાથી પ્રવર ધમર્ધિીશ પૂજ્યપાદ સ્વામીશ્રી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજની આજ્ઞા અનુસાર પરમધર્મસભા, ગુજરાતના જામનગર જિલ્લાના જામનગર જિલ્લાના ધમર્સિદ (ધર્મસાંસદ) પદે હિરેનભાઈ ત્રિવેદીની નિમણૂક કરવામાં આવી, નિમણૂક પત્ર અર્પણ કરતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કિશોર શાસ્ત્રીજી તેમજ ધર્મ સાંસદ ભક્તિગિરી માતાજી દામનગર તેમજ ઘેલા સોમનાથ મહન્ત મહારાજ વિક્રમગિરી મહારાજ તેમજ નિજાનંદગિરીજી મહારાજ છોટાઉદેપુર રાજકોટ સર્કિટહાઉસ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં હીરાણા આશ્રમના મહંત મહારાજ ગોપાલદાસબાપુ તેમજ રાજકોટના પૂર્વ સાંસદ રામજીભાઈ માવાણી તેમજ પૂર્વ સાંસદ રમાબેન માવાણી તેમજ બહોળી સંખ્યામાં સંતો મહન્તો ની ઉપસ્થિતરહી હતી જામનગર જિલ્લાના ધમર્સિદ (ધર્મસાંસદ) પદે હિરેનભાઈ ત્રિવેદી ની નિમણૂકથી ધર્મસાંસદ 1008 પરિવારમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી. વધુમાં શંકરાચાર્ય પરંપરા સાથે જોડાઇ અને સેવા આપવા માંગતા જામનગર જિલ્લા તેમજ જામનગર તાલુકા તથા દ્વારકા જિલ્લાના વૈદિક સનાતની જોડાવવા માટે ધમર્સિદ હિરેનભાઈ ત્રિવેદી ને માત્ર વ્હાટ્સએપ મેસેજથી સંપર્ક કરે. મો.7990328139.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS