દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના સ્થાનીય સભ્યપદે નિમણુંક

  • July 10, 2021 10:04 AM 

દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના સ્થાનીય સભ્ય તરીકે દ્વારકાના સામાજિક ક્ષ્ોત્રે પીઢ નેતા અને યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન તેમજ જિલા ભાજપ મહામંત્રી રમેશભાઇ હેરમાની નિમણૂંક કરવામાં આવી છે. યાત્રાધામ દ્વારકામાં આવેલ દ્વારકાધીશ જગતમંદિરનું વવસ્થાપન કરતી સમિતિ જિલા કલેકટરના અધ્યક્ષ્ાસ્થાને સામાજિક અગ્રણીઓ, પૂજારી પરિવાર પ્રતિનિધિ, નગરપાલીકા પ્રતિનિધિ તેમજ સ્થાનીય પ્રતિનિધિ સહીતના સભ્યોની ટીમ દ્વારા મંદિર વ્યવસ્થાપનની કામગીરી કરાય છે. જેમાં સ્થાનીય સભ્યનું પદ તાજેતરમાં ખાલી થતાં તે જગ્યા પર સ્થાનીય રાજકીય તેમજ સામાજિક અગ્રણી તેમજ દેવસ્થાન સમિતિના કાર્યકાજને જાણનારા રમેશભાઇ હેરમાની નિમણૂંક કરવામાં આવી છે.

દેવસ્થાન સમિતિના સ્થાનીય સભ્યપદે નિમણૂંક મળ્યા બાદ ગુગળી બ્રહ્મસમાજ કાયર્લિય ખાતેની રમેશભાઇ હેરમાની શુભેચ્છા મુલાકાત સમયે ગુગળી જ્ઞાતિ પ્રમુખ અશ્ર્વિનભાઇ પુરોહિત તેમજ સમસ્ત ગુગળી બ્રહમસમાજ વતી વત્સલભાઇ પુરોહિતે રમેશભાઇને મંદિર વ્યવસ્થાપન સમિતિના સભ્યપદે તેમની નિમણૂંકને વધાવતાં દ્વારકાધીશનું ઉપરણું ઓઢાડી આશીવર્દિ પાઠવ્યા હતા. રમેશભાઇ હેરમા સ્વચ્છ છબી ધરાવતાં તેમજ સામાજિક, રાજકીય તેમજ ધાર્મિક ક્ષ્ોત્રે સર્વસ્વિકૃત હોય ારકાના ધાર્મિક, સામાજિક તેમજ રાજકીય અગ્રણીઓએ પણ રમેશભાઇની નિમણૂંકને સહષ્ર્િ આવકારી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS