દ્વારકા શારદાપીઠ વિદ્યાસભાના સદસ્ય તરીકે નિમણૂંક

  • April 07, 2021 08:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાના શિક્ષણ ક્ષેત્રમાં પ્રમુખ ભૂમિકાની ફરજ અદા કરતી શૈક્ષણિક સંસ્થા શારદાપીઠ વિદ્યાસભાની મળેલ બજેટ બેઠકમાં દ્વારકાના જ યુવા અગ્રણી રવિ બારાઇની સદસ્યપદે નિમણૂંક કરાઇ છે.

દ્વારકા શારદાપીઠાધિશ્વર પ.પૂ.જગદગુરુ શંકરાચાર્યજી મહારાજ આયોજિત શારદાપીઠ વિદ્યાસભા સંચાલિત વર્તમાનમાં શૈક્ષણીક સંસ્થાઓ દ્વારકાધીશ સંસ્કૃત એકેડેમી અને ભારતીય વિદ્યા સંશોધન ભવન મંદિર, શારદાપીઠ આર્ટસ કોમર્સ કોલેજ તથા શ્રી શંકરાચાર્ય અભિનવ સચ્ચિદાનંદ તીર્થ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારકા, સંસ્કૃત વેદ વિદ્યાલય દ્વારકા અને અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા વરવાળાની શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત છે. જે તમામ સંસ્થાઓમાં રવિ બારાઇની સેવા શારદાપીઠ વિદ્યાસભા દ્વારા લેવામાં આવનાર છે.

સૌમ્ય સ્વભાવના અને મિતભાષી તેમજ ઓખામંડળના યુવાવર્ગમાં આઇકોનીક ઇમેજ ધરાવતાં તેમજ નાની વયે લોકપ્રિયતા મેળવેલ એવા દ્વારકાના યુવા ઉદ્યોગપતિ અને પત્રકારત્વ તથા સામાજિક ક્ષેત્રે સંકળાયેલ રવિ બારાઇ હાલ રઘુવંશી યુવા સંસ્થા, હોટલ એસોસીએશનના સેક્રેટરી પદે તથા દિવ્ય દ્વારકા ફાઉન્ડેશન અને હરસિધ્ધિ માતાજી સેવા ટ્રસ્ટ જેવી સામાજિક સંસ્થા સાથે સક્રિયપણે જોડાયેલા છે. શારદાપીઠાધિશ્વર શ્રી સ્વરુપાનંદ સરસ્વતીજી મહારાજ તથા દંડીસ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ અને સ્વામી નારાયણાનંદજી મહારાજના આશીર્વાદથી મળેલ સેવાના અવસર બદલ રવિ બારાઇએ સર્વે ધર્મ ગુરુજીનો આભાર વ્યક્ત કરેલ હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS