આધાર કાર્ડને એનઆરસી સાથે લિંક કરવાના પ્રયાસોના ભાગપે આસામ સરકારે ગઈકાલે મોટો નિર્ણય લીધો છે. આસામ સરકારના નિર્ણય અનુસાર, જો અરજદાર અથવા તેના પરિવારે એનઆરસી માટે અરજી કરી નથી, તો આધાર કાર્ડ માટેની અરજી પણ ફગાવી દેવામાં આવશે. મુખ્ય પ્રધાન હિમંતા વિશ્વ સરમાએ જણાવ્યું હતું કે સંકટગ્રસ્ત બાંગ્લાદેશના નાગરિકો દ્રારા ઘૂસણખોરીના પ્રયાસોને ધ્યાનમાં રાખીને કેબિનેટની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
હિમંતા વિશ્વ સરમાએ કહ્યું કે છેલ્લા બે મહિનામાં આસામ પોલીસ, ત્રિપુરા પોલીસ અને બસપાએ મોટી સંખ્યામાં ઘૂસણખોરોને પકડા છે. આ કારણે બાંગ્લાદેશથી થતી ઘૂસણખોરી આપણા માટે ચિંતાનો વિષય છે. આપણે આપણી સિસ્ટમને મજબૂત કરવાની જર છે અને તેથી જ અમે આધાર કાર્ડ સિસ્ટમને કડક બનાવવાનો નિર્ણય લીધો છે.
સરમાએ કેબિનેટની બેઠક બાદ જણાવ્યું હતું કે હવેથી રાય સરકારનો સામાન્ય વહીવટ વિભાગ આધાર અરજદારોની ચકાસણી માટે નોડલ એજન્સી હશે અને દરેક જિલ્લામાં એક વધારાના જિલ્લા કમિશનર સંબંધિત વ્યકિત હશે. પ્રારંભિક અરજી પછી, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુઆઇડીએઆઈ) તેને રાય સરકારને ચકાસણી માટે મોકલશે, એમ તેમણે જણાવ્યું હતું. સ્થાનિક સર્કલ ઓફિસર (સીઓ) પહેલા તપાસ કરશે કે અરજદાર અથવા તેના માતા–પિતા અથવા પરિવારે એનઆરસીમાં સામેલ થવા માટે અરજી કરી છે કે નહીં. મુખ્યમંત્રીએ કહ્યું કે જો એનઆરસી માટે કોઈ અરજી નહીં હોય તો આધારની વિનંતીને તરત જ નકારી કાઢવામાં આવશે અને તે મુજબ કેન્દ્રને રિપોર્ટ સોંપવામાં આવશે. તેમણે કહ્યું કે, જો એવું જાણવા મળે છે કે એનઆરસી માટે કોઈ અરજી છે તો સીઓ સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર ફિલ્ડ લેવલ વેરિફિકેશન માટે જશે. અધિકારીને સંપૂર્ણ ખાતરી થયા બાદ આધાર મંજૂર કરવામાં આવશે. જો કે સરમાએ કહ્યું કે આ નવી સૂચના કેન્દ્ર સરકારના તે કર્મચારીઓને લાગુ થશે નહીં જેઓ અન્ય રાયોમાં કામ કરી રહ્યા છે અને જેમણે એનઆરસી માટે અરજી કરી નથી. તેમણે કહ્યું કે આ રીતે, અમે અમારી આધાર જારી કરવાની પ્રણાલીને મજબૂત કરવા માટે એક કડક મિકેનિઝમ લાગુ કરીશું જેથી કોઈ પણ શંકાસ્પદ વ્યકિત આ ઓળખ કાર્ડ મેળવી ન શકે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech