દેવભૂમિ દ્વારકા જિલ્લાના પદ્મ એવોર્ડ અંગે દાવેદારી માટેની અરજીઓ મંગાવાઈ

  • July 05, 2021 09:51 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જૂદા-જૂદા ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરી હોય, સિધ્ધિ હાંસલ કરી હોય, જે વ્યક્તિએ પોતાના જીવનપર્યત જાહેર ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કર્યુ હોય તેવી વ્યક્તિ વિશેષ કે સંસ્થાઓ કે જેઓ પદ્મ એવોર્ડ માટે યોગ્ય જણાતા હોય તેઓની ભલામણો ઓનલાઈન ભારત સરકારના ગૃહ મંત્રાલયને નોમીનેશન માટે મોકલવાની થતી હોવાથી અંગ્રેજી અને ગુજરાતીમાં (બાયોડેટા અને રાઈટ અપ સહિત) સોફ્ટ કોપી (વર્ડ તથા પી.ડી.એફ. ફોર્મેટમાં) સી.ડી. સાથે તથા હાર્ડ કોપી બે નકલમાં, વધુમાં વધુ બે પાના (800 શબ્દોથી વધુ નહીં) મોડામાં મોડી 10 જુલાઈ સુધીમાં ખંભાળિયા સ્થિત કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ કચેરી – દેવભૂમિ દ્વારકા ખાતે મોકલી આપવાની રહેશે તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર કે.એમ.જાનીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS