શહેરમાં લોકડાઉનની પરિસ્થિતિને અનુલક્ષીને ફોટાગ્રાફર ધંધાર્થીઓને રાહત આપવા આવેદન

  • July 02, 2021 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રોફેશ્નલ ફોટોગ્રાફર્સ કલબ, જામનગર ફોટોગ્રાફર્સ એસો. અને ઇમેજ ફોટોગ્રાફર એસો. દ્વારા સંયુકત રીતે લેકટરને આવેદનપત્ર પાઠવીને લોકડૌનના કારણે મેરેજ અને માંગલીક પ્રસંગોના આયોજન ઠપ્પ થઇ જતાં જામનગર જિલ્લાના તમામ ફોટોગ્રાફર્સ વીડીયોગ્રાફરો ફોટો ક્રીએટર વીડીયો એડીટર, લેબ માલિકો અને ડ્રોન ઓપરેટરો તથા લેમીનેશન અને ફોટો ફ્રેમીંગ સાથે સંકળાયેલ તમામ ધંધાર્થીઓના ધંધા છેલ્લા દોઢ વર્ષથી પડી ભાંગ્યા છે અને તમામ ધંધાર્થી બેરોજગાર બની ગયા છે. પરિવારનું ગુજરાન ચલાવવા માટે ફાંફા થઇ ગયા છે અને હાલ કોરોનાની ત્રીજી લહેર પણ આવવાના ચાન્સ હોય તમામ ફોટોગ્રાફરો કફોડી પરિસ્થિતિમાં મુકાઇ ગયા છીએ.

આ વિકટ સ્થિતિમાં જામનગર જિલ્લાના તમામ ફોટોગ્રાફર એસો.એ ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી તમામ ફોટોગ્રાફી સાથે સંકળાયેલા ધંધાર્થીઓને વ્યવસાય વેરો, ઇલેકટ્રીક બીલમાં અને દુકાન મકાનના પ્રોપર્ટી ટેકસમાં રાહત આપવા તેમજ બેંકમાં ખુબ જ સરળતાથી સબસીડી સાથેની આત્મનિર્ભર લોન મળે અને કેમેરા લેન્સ કોમ્પ્યુટર વિગેરે સાધનો વસાવવા માટે લીધેલ લોનના હપ્તામાં બેંકો દ્વારા હાલ પુરતા 1 વર્ષ હપ્તા ભરવામાંથી મુકિત મેળવવા અરજ કરેલછે.

આ આવેદનપત્ર સોંપતી વખતે જામનગર જિલ્લાના તમામ ફોટોગ્રાફરો વતી પ્રોફેશ્નલ ફોટોગ્રાફર્સ કલબના મુકેશ સોલંકી, ષી જોશી, મનીષ મિસ્ત્રી, રાજુ સોમપુરા, કટારીયા રાજેશ, શંકર નેહલાણી તેમજ જામનગર ફોટોગ્રાફર્સ એસો.નના પંકજ ભટ્ટ, સંદીપ દોશી, જયેશ નાખવા, દિપેન મિસ્ત્રી અને ઇમેજ ફોટોગ્રાફર એસો.નના રજ યાદવ, ભરત ચૌહાણ વિગેરે હાજ રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS