વર્ગ-3ના આઉટસોર્સના કર્મચારીઓ દ્વારા ડીનને આવેદન

  • May 10, 2021 01:46 PM 

તા. 12 સુધીમાં માંગણી ન સ્વીકારાય તો આંદોલનની ચીમકી

જામનગરમાં વર્ગ-3ના કર્મચારીઓ આઉટસોર્સથી આવેલા છે અને જી.જી. હોસ્પીટલમાં કામગીરી કરી રહયા છે જયારે તેમની પગાર સહિતની માંગણીઓ નહીં સ્વીકારાય તો આગામી તા. 12થી ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ડીન ડો. નંદીની દેસાઇને આપેલા આવેદનપત્રમાં આપી છે.

આ આવેદનપત્રમાં જણાવાયું છે કે, સમાન વેતન સમાન કામ, સમાન વેતન સમાન જોખમ છે ત્યારે આઉટસોર્સીંસના કર્મચારીઓને કાયમી કરવા, તમામ લાભો આપવા, સરકાર દ્વારા જે માનદવેતન નકકી થયું છે તે મળતું નથી, હકક રજાના પીયા પણ મળતા નથી અને પગાર રેગ્યુલર થતો નથી જેથી તા. 1 થી 5માં પગાર કરી આપવા માંગણી કરી છે એટલું જ નહીં અમારી સતત અવગણના થઇ રહી છે, અમો એક વર્ષથી કોરોનાના કાળમાં અમારા જીવના જોખમે કોરોના વોરિયર્સ તરીકે કામગીરી કરી રહયા છે જે પણ ઘ્યાને લેવામાં આવતુ નથી.

લાંબા સમયથી અમારી માંગણીનું નિરાકરણ થતુ નથી, અત્યારે કોવિડ સેન્ટરમાં ડયુટી માટે ભરતી કરેલ નવા અને બિનઅનુભવી સ્ટાફને ખુબ જ વધુ પગાર આપવામાં આવે છે અને અમોને યોગ્ય પગાર મળતો નથી, જો અમારી માંગણી નહીં સ્વીકારાય તો તા. 12 મે બાદ અમો ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન કરશું તેવુ જણાવવામાં આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS