ખંભાળિયામાં લેબ ટેક્નિશયનોના પ્રશ્નો સંદર્ભે અધિકારીઓને પાઠવતું આવેદન

  • February 21, 2025 10:31 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત આરોગ્યની શાખા હસ્તકના લેબોરેટરી ટેક્નિશયન મંડળ દ્વારા ગઈકાલે ગુરુવારે રાજ્ય સરકાર કક્ષાએ પડતર પ્રશ્નો જેવા કે પગાર વિસંગતતા, 130 દિવસનો કોરોના સમયનું ભથ્થું તથા વહીવટી પ્રશ્નો માટે ગુજરાત પંચાયત લેબોરેટરી ટેક્નિશયન (પેથોલોજી) મહા મંડળએ નક્કી કરેલા કાર્યક્રમના ભાગરૂપે રાજ્યના પ્રત્યેક જિલ્લા તંત્રને આવેદન આપવાનું મુકરર કરવામાં આવ્યું હતું.


જે અન્વયે ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચોબીસાને સવિસ્તૃત આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application