પોરબંદર જિલ્લાના મહેસુલી કર્મચારીઓએ કલેકટરને આવેદનપત્ર પાઠવી પ્રશ્ર્નનું નિરાકરણ કરવા માંગ કરી હતી. ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળની તાકીદની કારોબારી બેઠક ગીર સોમનાથ ખાતે મળી હતી. જેમાં મહેસુલી કર્મચારીને લગતા અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી તેનું નિવારણ લાવવા માટે સરકાર સમક્ષ માંગણી મુકી આગામી સમયમાં વર્ષ ૨૦૧૨ ના નાયબ મામલતદારોની સીનીઓરિટી યાદી ડીમેડ ડેટના લાભ સાથે પ્રસિદ્ધ કરી મામલતદારના પ્રમોશન આપવા,
જિલ્લા ફેર બદલીની જેટલી રજુઆતો વિભાગ ખાતે હાલ પડતર છે,તેનો તાત્કાલિક નિર્ણય કરવો અને હવેથી નવી જિલ્લા ફેરબદલીઓ માટે ઓનલાઈન પ્લેટફોર્મ સિસ્ટમનો ઉપયોગ કરી કલેક્ટરની એન.ઓ.સી. મેળવવાની પ્રથા બંદ કરી પારદર્શક રીતે અરજીઓનો તે જ વર્તમાન વર્ષમાં નિકાલ કરવાની પ્રથા અમલમાં મુકવી,વર્ષ-૨૦૧૫ ના તમામ ક્લાર્ક સવર્ગના કર્મચારીઓને પ્રમોશન આપવા,હાલમાં તથા અગાઉ જે નાયબ મામલતદારોની માંગણી કે મંજુરી વગર જિલ્લા ફેર બદલી કરેલ છે તે તમામ હુકમો રદ કરવા જેવા મુદ્દાઓ પ્રત્યે તબક્કાવાર કાર્યક્રમો પણ નક્કી કરવામાં આવ્યા છે.
આ અંગે પ્રથમ તમામ જિલ્લામાં કલેકટરને આવેદન આપશે.ત્યારબાદ જો દસ દિવસમાં માંગણીઓ પુર્ણ કરવામાં નહી આવે તો ત્યારબાદ ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ તમામ જિલ્લામાં કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરવી,માસ સીએલ અને હડતાલ જેવા કાર્યક્રમો તબક્કાવાર આપશે તેવુ બેઠકમાં નક્કી કરવામાં આવ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech