એપલએ 185 કર્મચારીને પાણીચું પકડાવ્યું, અનેક ભારતીય કર્મી પણ સામેલ

  • January 08, 2025 10:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એપલએ તેના ક્યુપરટિનો હેડક્વાર્ટરમાંથી 185 કર્મચારીઓને રાતોરાત કાઢી મૂક્યા છે કારણ કે તેઓએ તેમના પગારમાં વધારો કરવા માટે છેતરપિંડી કરી હતી. ખાડી વિસ્તારમાં સત્તાવાળાઓ દ્વારા આમાંથી છ કર્મચારીઓ સામે વોરંટ જારી કરવામાં આવ્યા છે.જો કે આ છમાંથી કોઈ પણ ભારતીય નથી, અન્ય અહેવાલ જણાવે છે કે બરતરફ કરાયેલા ઘણા કર્મચારીઓ ભારતીયો છે જેમણે યુએસમાં કેટલીક તેલુગુ ચેરિટી સંસ્થાઓનો દુરુપયોગ કરીને કથિત રીતે છેતરપિંડી કરી હતી.
લોસ એન્જલસ ડિસ્ટ્રિક્ટ એટર્ની ઑફિસના સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે એપલએ તેની બે એરિયા ઑફિસમાં ઘણા કર્મચારીઓને કાઢી મૂક્યા છે કારણ કે તેઓએ કંપ્નીના મેચિંગ ગ્રાન્ટ પ્રોગ્રામનો દુરુપયોગ કર્યો હતો. જો કે એપલએ આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી. આ છેતરપિંડીમાં એપલના મેચિંગ ગ્રાન્ટ પ્રોગ્રામનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ એક કોર્પોરેટ સામાજિક જવાબદારી પહેલ છે, જે હેઠળ કંપની તેના કર્મચારીઓ દ્વારા દાનમાં આપેલા નાણાંને ડબલ દશર્વિે છે. એવો આરોપ છે કે કેટલાક કર્મચારીઓએ ભારતીય સમુદાય સાથે કથિત રીતે સંકળાયેલા સહિત અમુક બિન-લાભકારી સંસ્થાઓને તેમના દાનને ખોટી રીતે બતાવીને આ કાર્યક્રમનો લાભ લીધો છે.


152,000ની છેતરપિંડી આચરાઈ
સાન્ટા ક્લેરા કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસના જણાવ્યા અનુસાર, છ લોકોએ એપલ સાથે આશરે 152,000ની છેતરપિંડી કરી હતી. તેણે અમેરિકન ચાઈનીઝ ઈન્ટરનેશનલ કલ્ચરલ એક્સચેન્જ અને હોપ 4 કીડ્ઝ - બે બિન-લાભકારી સંસ્થાઓને દાન આપવાનો ખોટો દાવો કર્યો હતો. ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસના જણાવ્યા અનુસાર, કવાન આ છેતરપિંડીનો માસ્ટરમાઈન્ડ હતો. તેઓ હોપ 4 કીડ્ઝ ના સીઈઓ અને અમેરિકન ચાઈનીઝ ઈન્ટરનેશનલ કલ્ચરલ એક્સચેન્જના એકાઉન્ટન્ટ પણ હતા. આ સ્કીમ હેઠળ કર્મચારીઓએ ડોનેશન કર્યું હોવાનું નાટક કર્યું, પરંતુ બાદમાં તેમને પૈસા પાછા મળી ગયા.

ઘણા ભારતીયો પણ સામેલ
એક અહેવાલ અનુસાર, એપલના કુલ 185 કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે, જો કે સત્તાવાળાઓએ અત્યાર સુધી માત્ર 6 લોકો સામે આરોપો દાખલ કયર્િ છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નોકરીમાંથી કાઢી મૂકવામાં આવેલા કર્મચારીઓમાં ઘણા ભારતીયોનો સમાવેશ થાય છે. આ ભારતીય કર્મચારીઓએ એપલના મેચિંગ ગ્રાન્ટ પ્રોગ્રામનો કથિત રીતે દુરુપયોગ કર્યો છે.જો કે સંખ્યા હજુ જાહેર કરવામાં આવી નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application