શહેરમાં ચોમાસા દરમ્યાન ભુગર્ભ ગટરના મેઇનહોલ અને ચેમ્બર ન ખોલવા લોકોને અપીલ

  • June 02, 2021 10:55 AM 

સલામતીના ભાગપે લોકોને સહકાર આપવા સીટી ઇજનેરની સુચના

જામનગર શહેરમાં આગામી દિવસોમાં ચોમાસુ નજીક આવી રહયું છે ત્યારે જામનગર શહેરમાં ભુગર્ભ ગટરના મેઇન હોલ તેમજ ચેમ્બરોના ઢાંકણા ન ખોલવા માટે મહાપાલીકાના સીટી ઇજનરે શૈલેષ જોશીએ અપીલ કરી છે.

તેમણે જણાવ્યું છે કે જે વિસ્તારમાં ભુગર્ભ ગટર કાર્યરત હોય તેના ઉંડાણવાળા મેઇન હોલ અને ચેમ્બરના ઢાંકણાઓ ચોમાસાની ઋતુ દરમ્યાન અને ચાલુ વરસાદે ન ખોલવા કારણ કે તેથી અકસ્માતે મૃત્યુ થવાની સંભાવના રહે છે વરસાદી પાણીની સાથે માટી અને કચરો ગટરમાં જાય છે જેને કારણે ભુગર્ભ ગટર ચોકઅપ થવાના બનાવ બનશે.

ભુગર્ભ ગટરમાંથી પસાર થતુ ગંદુ પાણી ચોકઅપ થવાના કારણે રસ્તા ઉપર ફેલાય છે જેથી ગંદકીની સંભાવના છે કાનુની જોગવાઇ અનુસાર પણ વરસાદી પાણી ભુગર્ભ ગટરમાં ઠાલવવાની મનાઇ ફરમાવવામાં આવેલ છે જે બાબતને ગંભીરતાપૂર્વક ઘ્યાનમાં રાખી આવા મેઇન હોલ અને ચેમ્બરોના ઢાંકણા ન ખોલવા કે ન તોડવા જણાવાયું છે, જે વિસ્તારમાં ભુગર્ભ ગટરનું કામ પુરુ થયુ હોય અથવા ચાલુ હોય ભુગર્ભ ગટરને કાર્યરત કરવામાં આવેલ ન હોય તો મનપાની પૂર્વ મંજુરી વિના ભુગર્ભ ગટરમાં ગંદા વપરાશી પાણીનો નિકાલ કરવા અર્થે ગેરકાયદેસર જોડાણો આપ્યેથી ગંદા વપરાશી પાણીનો નીકાલ ન હોવાના કારણે ઓવરફલો થવાનો ભય રહે છે આવા કિસ્સામાં ગેરકાયદે જોડાણો લેનાર સામે કાનુની કાર્યવાહી કરાશે તેમજ સુપ્રીમ કોર્ટની કાનુની જોગવાઇ અનુસાર કોઇ વ્યકિતએ ભુગર્ભ ગટરની અંદર ઉતરવું નહીં કે કોઇપણ સફાઇ કામદારને ઉતારવા નહીં આવા મેઇન હોલ અને ચેમ્બરમાં ઝેરી ગેસ થવાની શકયતા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS