પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં રકતદાન કરવા અપીલ

  • May 25, 2021 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં લોહીની તિવ્ર અછત સર્જાઇ છે ત્‌યારે રકતદાતાઓ લોહી આપવા માટે આગળ આવે તેવી અપીલ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીએ કરી છે.
પોરબંદર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન ડો. સી.જી.જોશી, ઉપપ્રમુખ ડો. જનક પંડીત અને સેક્રેટરી અકબરભાઇ સોરઠીયાએ જણાવ્‌યું છે કે, કોરોના મહામારી સામે સમગ્ર દેશ અને દુનિયા ઝજુમી રહી છે, આપણે સૌ કોરોના ગાઇડલાઇનનું પાલન કરતા ઘરમાં જ રહેવાનું પસંદ કરી માસ્ક બાંધીએ છીએ, સેનેટાઇઝરનો ઉપયોગ કરી વારંવાર હાથ સાફ કરતા રહીએ છીએ, મહામારી વધુ ન ફેલાય તે અંગે તકેદારી લઇ રહ્યા છીએ, બરાબર તે વખતે જ, એક પવિત્ર ફરજ નિભાવી માનવસેવા કરવાનો સમય પણ આવ્યો છે. 
પોરબંદર શહેરની એકમાત્ર સરકારી હોસ્પિટલ-ભાવસિંહજી જનરલ હોસ્પિટલમાં રકતના જથ્થાની તીવ્ર અછત સર્જાયેલ છે. વળી સાંપ્રત પરિસ્થિતિમાં રકતદાન કેમ્પનું આયોજન કરવું પણ મુશ્કેલ બની રહેલ છે. પ્રસુતિ અને થેલેસેમિયાના કેસ માટે રકતનો જથ્થો પયર્પ્તિ હોવો ખુબ જ જરી છે. આવા સંકટ ના સમયે આપણે સૌ અગા. પણ કરતા આવ્યા છીએ તે રીતે છુટક રકતદાન માટે સવારે 9 થી બપોરે 1 વાગ્યા અથવા સાંજે પ થી 7 વાગ્યા દરમ્યાન ભાવસિંહજી હોસ્પિટલની  લેબોરેટરીમાં પહોંચી જઇ રકતદાન કરી અમૂલ્ય માનવ જીંદગી બચાવવાના કાર્યમાં સહભાગી થઇએ. આ માટે લેબોરેટરીમાં હાર્દિકભાઇ ગાંગડીયા મો. 87583 48990 અથવા પ્રદ્યુમનસિંહ પરમારનો સંપર્ક કરવો. ચાલો આપણે રકતદાન કરી મળેલ નવરાશ અને પ્રતિકુળ પરિસ્થિતિને અનુકુળતામાં ફેરવીએ.  સામાજીક ઋણ ચુકવણીના સમયે પોરબંદરવાસીઓ કયારેય પાછા પડતા નથી. 
ભાવસિંહજી હોસ્પિટલના પેથોલોજિસ્ટ ડો. લીઝા ધામેલિયા પાસેથી મળેલ માહિતીના અનુસંધાને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર દ્વારા પોરબંદર જલ્લિાના નાગરીકોને રકતદાન કરવા અનુરોધ કરવામાં આવે છે. કોરોના રસીનો પ્રથમ ડોઝ અથવા બીજો ડોઝ લીધા પછી એક મહીનાનો સમય વીત્યે રકતદાન કરી શકાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS