ભારત સિવાય આ દેશોમાં પણ બોલાય છે હિન્દી ભાષા, જો અહી ફરવા જવાનું વિચારી રહ્યાં છો તો નહિ પડે અગવડતાં  

  • September 14, 2024 05:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ભારત એક હિન્દી ભાષી દેશ છે, જ્યાં મોટાભાગના નાગરિકો હિન્દી બોલે છે. જો કે, અંગ્રેજીના વધતા પ્રભાવને કારણે ભારતમાં પણ હિન્દી ભાષાનો ઉપયોગ ઓછો થવા લાગ્યો છે. હિન્દી ભાષાના મહત્વને સમજવા અને તેને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ભારતમાં રાષ્ટ્રીય હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે 14 સપ્ટેમ્બર હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.


હિન્દી વિશ્વની ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે. ભારત ઉપરાંત વિદેશોમાં પણ લોકો હિન્દી બોલતા જોવા મળે છે. જ્યારે ભારતીયો પ્રવાસ અથવા કામ માટે વિદેશ જાય છે. ત્યારે તેઓ હિન્દી ભાષી વ્યક્તિને મળીને ઉત્સાહિત થઈ જાય છે. તેઓને લાગે છે કે વિદેશમાં તેમના દેશમાંથી કોઈ છે.


હિન્દી સમગ્ર વિશ્વમાં વસતા ભારતીયોને એક સાથે જોડી રાખે છે. તેઓ નાગરિકતાથી ભારતીય ન હોઈ શકે પરંતુ તેઓ હૃદયથી ભારતીય છે. જો તમે એવા દેશના પ્રવાસ પર જાઓ છો જ્યાં હિન્દી ભાષી લોકોને મળી શકો અથવા જ્યાં હિન્દી ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. તો તમારી મુસાફરી સરળ બની શકે છે.

અહી વિશ્વના કેટલાક એવા દેશો વિશે વાત કરી રહ્યા છીએ જ્યાં હિન્દી ભાષી લોકો રહે છે અને તમને એરપોર્ટ પરથી ટેક્સી બુક કરાવતી વખતે, હોટલનો રૂમ લેતી વખતે અથવા વિદેશી સ્થળોની મુલાકાત લેતી વખતે ભાષાના અવરોધનો સામનો કરવો પડતો નથી.


નેપાળ

ભારતના પાડોશી દેશ નેપાળમાં લોકો મુક્તપણે હિન્દી બોલે છે. ભારતને અડીને આવેલા આ દેશમાં દરેક જગ્યાએ હિન્દી ભાષી લોકો જોવા મળશે. નેપાળની સત્તાવાર ભાષા નેપાળી હોવા છતાં, મૈથિલી, ભોજપુરી અને હિન્દી બોલતા લોકો અહીં સરળતાથી મળી શકે છે. જો વિદેશ પ્રવાસે જવું હોય જ્યાં ભાષાકીય જ્ઞાન અડચણ ન બને, તો નેપાળ જઈને ત્યાં રહેવામાં કોઈ તકલીફ નહીં પડે.


ફિજી


હિન્દી ભાષી દેશોમાં એક સુંદર ટાપુ ફિજીનો પણ સમાવેશ થાય છે. જે દક્ષિણ પેસિફિક મહાસાગરમાં મેલાનેશિયામાં સ્થિત છે. ફિજી ટાપુ પર હિન્દીને સત્તાવાર ભાષાનો દરજ્જો છે. ઉત્તર પૂર્વ ભારતના લોકો અહીં સ્થાયી થયા છે જેઓ સારી રીતે હિન્દી બોલતા જાણે છે. જો ફિજીના પ્રવાસે જવાનું વિચારી રહ્યા છો, તો તમે ત્યાં હિન્દી ભાષામાં મુક્તપણે વાતચીત કરી શકો છો.


બાંગ્લાદેશ

હિન્દી ભાષાના જાણકાર લોકો ભારતને અડીને આવેલા બાંગ્લાદેશમાં જોવા મળશે. તેનું એક કારણ એ છે કે વર્ષો પહેલા બાંગ્લાદેશ ભારતનો ભાગ હતો. બાદમાં બાંગ્લાદેશ સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું. બાંગ્લાદેશની સત્તાવાર ભાષા બંગાળી છે પરંતુ ત્યાં ઘણા લોકો હિન્દી અને અંગ્રેજી બોલે છે. જો તમે બાંગ્લાદેશ જવા માંગો છો, તો એવા લોકોને મળી શકો છો જેઓ હિન્દી ભાષા સમજે છે અને જાણે છે.


પાકિસ્તાન

1947 પહેલા ભારત અને પાકિસ્તાન એક જ દેશના ભાગ હતા. ભાગલા પછી પાકિસ્તાન ભારતથી અલગ થઈ ગયું હતું. તેથી પાકિસ્તાનમાં એવા ઘણા મુસ્લિમ પરિવારો છે જેઓ ભાગલા પછી ભારત છોડીને સરહદ પાર કરી ગયા હતાં. આ લોકો હિન્દી ભાષા બોલતા પણ જાણે છે. પાકિસ્તાનની સત્તાવાર ભાષાઓ અંગ્રેજી અને ઉર્દૂ હોવા છતાં, પંજાબી, હિન્દી, પાસ્તો અને બલોચી ભાષાઓ પણ અહીં બોલાય છે. જો તમે કોઈ કામ માટે પાકિસ્તાન જતા હોવ તો પણ ત્યાંના લોકો તમારી હિન્દી સરળતાથી સમજી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application