કોરોના ક્રાઈસિસ : અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી શરૂ કર્યું કેમ્પેઈન, મદદ માટે એકત્ર કરશે ભંડોળ

  • May 08, 2021 12:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના મહામારીના સમયમાં સરકાર નિષ્ફળ નીવડી રહી છે ત્યારે અનેક બોલિવૂડ અભિનેતાઓ અને સામાજિક સંસ્થાઓ આગળ આવી રહી છે.જે લોકોને કોરોના મહામારીમાં રાહત આપવાની કામગીરી કરી રહ્યા છે. સોનુ સુદનું નામ તો છેલ્લા ઘણા સમયથી સેવામાં સૌથીમાં મોખરે હતું જ, ત્યારે હવે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ પણ એક કેમ્પેઈનની શરૂઆત કરી છે. આ અંગે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે પોતાના કેમ્પેઈન વિશે જણાવ્યું હતું.

 

 

અનુષ્કાએ તાજેતરમાં જ એક વીડિયો શેર કર્યો હતો જેમાં કહ્યું હતું કે, આપણો દેશ કોરોનાવાયરસની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યો છે. આપણી હેલ્થ કેર સિસ્ટમ ચેલેન્જનો સામનો કરી રહી છે. પોતાના લોકોને આવી તકલીફમાં જોઈને મારું મન ભરાઈ જાય છે. આથી હું અને વિરાટે કેમ્પેઈન શરૂ કરી રહ્યા છીએ. જેમાં covid 19 ના રીલીફ માટે ફંડ એકત્ર કરીશું. આપણે બધા સાથે મળીને આ કેમ્પેઈનને પાર પાડીશું. ઇન્ડિયા અને ઇન્ડિયન સપોર્ટમાં આગળ વધીશું. આ મુશ્કેલ સમયમાં તમારું યોગદાન અન્ય લોકોનો જીવ બચાવી શકે છે. વીડિયોમાં અનુષ્કા અને વિરાટ વધુમાં કહ્યું હતું કે, ભારત માટે કેટલીક ચીજો વધારે મુશ્કેલ છે. આથી અમે ફંડ રેઝર કેમ્પેન શરૂ કર્યું છે. જે આ સમયમાં સાથે મળીને લોકોના દુઃખ દર્દ દૂર કરવામાં મદદરૂપ થશે. ઉલ્લેખનીય છે કે સોનુ સુદ, અક્ષય કુમાર, સલમાન ખાન, ઋત્વિક રોશન, હર્ષવર્ધન રાણે સહિતના અનેક સિતારાઓ કોરોના દર્દીઓની ઘણી મદદ કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS