અનુરાગ કશ્યપની દીકરી આલિયાએ બોયફ્રેન્ડ સાથે કરી લીધી સગાઇ

  • May 23, 2023 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • બોલીવૂડ ડિરેક્ટરની દીકરી ત્રણ વર્ષથી અમેરિકી બ્ઝનેસમેનના પ્રેમમાં છે
  • ઇન્ડોનેશિયામાં શેન ગ્રેગોઇરે આલિયાને લગ્ન માટે કર્યું હતુ પ્રપોઝ


એક તરફ પરિણીતી ચોપરા અને આપના નેતા રાઘવ ચઢ્ઢાની સગાઇના ન્યૂઝ હજુ પણ ચર્ચામાં છે. ત્યાં બોલીવૂડના આખા બોલા ડિરેક્ટર અનુરાગ કશ્યપની દીકરી અલિયાએ પણ વિદેશી બોયફ્રેન્ડ સાથે સગાઇ કરી લીધી.  ફિલ્મ ડિરેકટર અનુરાગના ઘરમાં ખુશીઓની લહેર દોડી રહી છે. આલિયાને તેના બોયફ્રેન્ડ શેન ગ્રેગોઇરે લગ્ન માટે પ્રપોઝ કર્યું છે. આલિયા 22 વર્ષની છે અને જિંદગીની નવી શરૂઆત માટે અત્યંત ઉત્સાહિત છે.


અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપે 20 મેના દિવસે તેના ફેન્સને જાણકારી આપી કે બોયફ્રેન્ડ શેને લગ્ન માટે પ્રપોઝ કર્યું છે અને એક લાખોની કિંમતની ડાયમંડ રિંગ પણ પહેરાવી છે. ટૂંક સમયમાં જ બંને લગ્નના બંધનમાં બંધાશે. આ સાથે આલિયાએ તેના મંગેતર સાથેનો લિપલોક ફોટો પણ શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બંનેએ ઈન્ડોનેશિયાના બાલી શહેરમાં સગાઈ કરી હતી.


અનુરાગ કશ્યપનો થનારો જમાઇ 23 વર્ષનો છે અને અમેરિકાનો બિઝનેસમેન છે. તે રોકેટ પાવર્ડ સાઉન્ડ નામની કંપનીનો ફાઉન્ડર છે. આ એક સોફ્ટવેર બનાવતી કંપની છે જે સાઉન્ડ ડિઝાઇનીંગ અને મ્યુઝીક પ્રોડ્કશન સ્કીલ ડેવલપ કરે છે.


આલિયા ઘણીવાર શેનની સાથે સોશિયલ મીડિયા પર ફોટોઝ શેર કરતી નજરે પડે છે. છેલ્લા 3 વર્ષથી આલિયા અને શેન એકબીજાને ડેટ કરી રહ્યા છે. આલિયાની સાથે શેન ઇન્ડિયા પણ વારંવાર આવતો રહે છે. આલિયા કશ્યપ એક બ્લોગર છે. યૂ ટ્યૂબ પર પોતાના વીડિયો શેર કરતી રહે છે.



આલિયા કશ્યપ અને શેનની લવ સ્ટોરીની શરૂઆત એક ડેટિંગ એપથી થઇ હતી. આલિયાએ પોતાના એક બ્લોગમાં કહ્યું છે કે તે વખતે હું સિંગલ હતી અને ડેટિંગ એપનો ઉપયોગ કરતી હતી.જ્યારે મેં શેન ને જોયો તો તે મને પસંદ આવ્યો હતો. શેનને જોઇને મેં રાઇટ સ્વીપ કર્યું હતું. જ્યારે શેને મારી રિક્વેસ્ટ જોઇ અને એ પછી અમારી વાતની શરૂઆત થઇ હતી. એ પછી અમારી સારી દોસ્તી થઇ અને દોસ્તી પ્રેમમાં બદલાઇ ગઇ. ત્યારથી બંને સાથે જ છે

અનુરાગ કશ્યપ પોતાની દીકરીથી ખુશ છે. તેમણે અભિનંદન આપતી એક પોસ્ટ શેર કરી છે, જેમાં આલિયા ડાયમંડ રિંગ ફ્લોન્ટ કરતી નજરે પડે છે. અનુરાગે લખ્યું કે, તુ હવે મોટી થઇ ગઇ છે, એટલી મોટી કે તે સગાઇ કરી લીધી છે. મને તારા પર ગર્વ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application