લોકમેળા ગોંડલમાં અસામાજિક તત્વોની ખેર નથી:પોલીસનો ચાંપતો બંદોબસ્ત: ૩૨ સીસીટીવી કેમેરાની નજર

  • September 05, 2023 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જન્માષ્ટમી પર્વ નિમિતે અત્રે ની સંગ્રામસિંહ હાઈસ્કૂલ માં યોજાતા લોકમેળા માં ચાંપતા બંદોબસ્ત સાથે પોલીસ ’એક્શન મોડ’ પર આવીછે. લોકમેળા ના આયોજકો દ્વારા ૩૨ જેટલા કેમેરા કાર્યરત કરાયા છે.જે સમગ્ર લોકમેળા પર નજર રાખશે.
ચાલુ વર્ષે શહેર માં કોઈ પ્રાઇવેટ મેળાનાં આયોજન નાં હોય નગર પાલીકા દ્વારા સંગ્રામસિંહ હાઈસ્કૂલ  માં યોજાતા લોકમેળા માં શહેર અને તાલુકા ના લાખો લોકો ઉમટતા હોય ભારે ભીડ ને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા નુ કડક પાલન થાય તે માટે પોલીસ તંત્ર હરકત માં આવી એક્શન પ્લાન અમલી કર્યો છે.
​​​​​​​
સીટી પીઆઇ. ડામોરે જણાવ્યું કે લોકમેળા માં પોલીસ સતત સતર્ક રહી કડક બંદોબસ્ત જાળવશે.લુખ્ખા કે આવારા તત્વો ની લોકમેળા માં જ સરભરા કરી સીન વીખી નખાશે.ભીડ નો લાભ ઉઠાવતા અસામાજીક તત્વોકે પાકીટ મોબાઇલ ચોરી કરતા લફંગાઓ સામે આક્રમક કાર્યવાહી કરાશે.મેળો મહાલતા પરીવાર કે બહેનો ને કોઈ કનડગત ના રહે તેની તકેદારી રખાશે.
પીઆઇ ડામોર દ્વારા જણાવાયું કે લોકમેળા માં મુખ્ય સ્ટેજ નજીક પોલીસ ચોકી કાર્યરત રહેશે.પોલીસ સ્ટાફ મેળા મા સતત પેટ્રોલિંગ કરતો રહેશે.
કોઈ સમસ્યા સર્જાયતો તુરંત સંપર્ક કરવા તેમણે લોકોને અપીલ કરીછે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application