દિલ્હી કેપિટલ્સ સામે હાર્યા બાદ રોહિત શર્માને વધુ એક ઝટકો : ફટકારાયો રૂ.12 લાખનો દંડ

  • April 21, 2021 06:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઈપીએલ 2021માં  મંગળવારે રમાયેલા મેચમાં દિલ્હી કેપિટલ્સ દ્વારા મુંબઇ ઇન્ડિયન્સને છ વિકેટથી હરાવવામાં આવી છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને આ મેચમાં હાર સાથે સાથે બીજો ઝટકો પણ મળ્યો છે. રોહિત શર્મા ઉપર દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી આ મેચમાં લો ઓવરરેટ માટે રૂ.12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

 

 

મળતી ખબર અનુસાર મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા ઉપર આઈપીઈલની ગાઈડલાઈન અનુસાર સ્લો ઓવર રેટ માટે બાર લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રોહિત શર્મા ઉપર પહેલીવાર તેની ટીમ દ્વારા નિર્ધારિત સમયેમાં બોલિંગ નહીં કરવાના કારણે આ દંડ ફટકારવામાં આવ્યો છે. હવે જો તે આ સિઝનમાં બીજીવાર આવી ભૂલ કરશે તો રૂ.24 લાખનો દંડ ફટકારવામાં આવશે. ઉપરાંત તેમની ટીમના ખેલાડીઓ ઉપર મેચ ફીના 25 ટકાનો દંડ વસુલવામાં આવશે. જે છ લાખ રૂપિયા કરતા ઓછો હશે. નોંધનીય છે કે આઈપીએલ 14માં મુંબઈને 4 મેચમાં બીજી હાર મળી છે અને ટીમ ચાર અંકો સાથે ચોથા નંબર ઉપર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application