જામનગરમાં આર્થિક સંકળામણના કારણે વધુ એક વેપારીનો આપઘાત

  • April 15, 2021 10:20 PM 

મોડી રાત્રિના ઘરે ગળાફાંસો ખાઇ આયખું ટુંકાવતા અરેરાટી સાથે શોકની લાગણી: પોલીસ દ્વારા કરાતી તપાસ

કોરોનાના કારણે લોકડાઉન બાદ ધંધા-રોજગાર ભાંગી પડતાં આર્થિક સંકળામણના લીધે વેપારી સહિતનાઓએ આપઘાત કરી લીધાના બનાવો પોલીસ ચોપડે નોંધાઇ ચૂક્યા છે, દરમ્યાનમાં જામનગરની જયંત સોસાયટીમાં રહેતા અને મંડપ ડેકોરેટ અને ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા વેપારીએ આર્થિક સંકળામણના કારણે આપઘાત કરી લેતા શોકની લાગણી ફેલાઇ જવા પામી છે. આ અંગેની જાણ થતાં પોલીસ ટુકડી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

જાણવા મળતી વિગત મુજબ જામનગરની જી.જી. હોસ્પિટલ પાછળ આવેલી જયંત સોસાયટીમાં રહેતા દેવેન્દ્રભાઇ ગોરધનભાઇ શીયાણી (ઉ.વ. 43) નામના વેપારી યુવાને ગત મોડી રાત્રિના પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આયખું ટુંકાવી લીધું હતું, ગળાફાંસો ખાધાનું જાણમાં આવતા 108 ને જાણ કરાઇ હતી, સ્થળ પર ટીમ પહોંચી હતી, દરમ્યાનમાં મૃત્યુ થયાનું જાણમાં આવતા આ અંગે સીટી બી ડીવીઝન પોલીસને જાણ કરાઇ હતી, જેના આધારે સીટી બી ડીવીઝનના કીર્તીબેન નારીયા અને સામતભાઇ સહિતની ટુકડી તપાસ માટે જી.જી. હોસ્પિટલ ખાતે દોડી ગઇ હતી.

મરનાર દેવેન્દ્રભાઇ શીયાણી એપેકસ ટ્રાન્સસોલ્યુશન, શિવશક્તિ મંડપ ડેકોરેટ, કુરીયર સર્વિસ અને ખાનગી કંપનીના કોન્ટ્રાકટર જેવા ધંધા-રોજગારમાં સંકળાયેલા હતા, વેપારી દેવન્દ્રભાઇ લોકડાઉન બાદ આર્થિક સંકળામણમાં સંપડાયા હતા અને આર્થિક કારણોસર પગલું ભરી લીધાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું, આર્થિક સંકળામણના કારણે પગલું ભયર્નિું તેમના પરિવારના નજીકના સૂત્રોએ પોલીસ સમક્ષ પ્રાથમિક વિગતો આપી હતી, અત્રે ઉલ્લેખનીય છે કે દેવેન્દ્રભાઇ શીયાણી એ મંડપ ડેકોરેટના ધંધા ઉપરાંત થોડા સમય પહેલા જામનગરમાં સવારનું એક અખબાર પણ શરુ કર્યું હતું, મુળ પોરબંદર પંથકના વતની અને હાલ જામનગર રહેતા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે, વેપારીના આપઘાતના બનાવથી શોકની લાગણી ફેલાઇ જવા પામી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS