ચોટીલાના સાંગાણી હાઇવે પર વધુ એક ખાનગી બસમાં ભીષણ આગ: ૨૮ મુસાફરોનો આબાદ બચાવ
ચોટીલાના સાંગાણી હાઇવે પર વધુ એક ખાનગી બસમાં ભીષણ આગ: ૨૮ મુસાફરોનો આબાદ બચાવ
May 19, 2026 11:18 AM
ચોટીલા નજીક આવેલા સાંગાણી નેશનલ હાઇવે પર ફરી એકવાર કાળમુખી આગનો થરથરાટ જોવા મળ્યો છે. સોમવારના સાંજે સોમનાથથી અમદાવાદ તરફ જઈ રહેલી સુદામા ટ્રાવેલ્સની લકઝરી એસી સ્લીપર કોચ બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં હાઇવે પર દોડધામ મચી ગઈ હતી. જોકે, બસના ચાલકની સમયસૂચકતા અને સ્થાનિક લોકોની તત્પરતાને કારણે બસમાં સવાર તમામ ૨૮ મુસાફરોનો આબાદ બચાવ થયો છે અને એક બહત્પ મોટી જાનહાનિ ટળી છે. બનાવની વિગત એવી છે કે ગઈ કાલે બપોર બાદ ૪:૩૦ વાગ્યાના અરસામાં સુદામા ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસ સાંગાણી હાઇવે પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક તેના એન્જિનના