આજે હનુમાન જન્મોત્સવે આદીપુરુષનું નવું પોસ્ટર જોઇ લોકો ભડક્યા

  • April 06, 2023 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • 16 જૂને રિલીઝ માટે તૈયાર ફિલ્મના થિયેટરોમાં પ્રદર્શન અંગે પણ શંકા
  • પ્રભાસ અને કૃતિ સેનનના પોસ્ટર બાદ દાખલ કરાઇ હતી ફરિયાદ


 દેશભરમાં આજે હનુમાન જન્મોત્સવ  ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે આદિપુરુષના મેકર્સે બજરંગબલીનું પોસ્ટર રિલીઝ કર્યુ છે. આ ફિલ્મમાં દેવદત્ત નાગે બજરંગબલીનું પાત્ર ભજવી રહ્યો છે. આદિપુરુષ 16 જૂન 2023ના રોજ વિશ્વભરમાં રિલીઝ થવાની છે. પરંતુ વિવાદો તેનો પીછો છોડી રહ્યા નથી. તેથી તેની રિલીઝ પર પણ શંકા સેવાઇ રહી છે.


ફિલ્મના પહેલાંના પોસ્ટર અને ટીઝર લોન્ચની સાથે જ તેનો વિરોધ થઇ રહ્યો છે. નવા પોસ્ટરમાં ભગવાન રામ અને લક્ષ્મણે જનોઇ પહેરી ન હોવાથી અને સીતા માતાને માથામાં સિંદુર વિના દર્શાવાતા લોકો ભડક્યા હતા. હવે આજના પોસ્ટરમાં ભગવાન હનુમાનનો જોઇ વિરોધ શરૂ થઇ ગયો છે. પોસ્ટરમાં દાઢીધારી હનુમાનજી સામે નેટિઝન્સ વિરોધ કરી રહ્યા છે.


અગાઉ રામનવમી પર મેકર્સે નવું પોસ્ટર રિલીઝ કર્યુ હતું. જેમાં પ્રભાસ  અને કૃતિ સેનનને રામ સીતાના અવતારમાં બતાવવામાં આવ્યાં હતાં. ઓમ રાઉતના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મ આદિપુરુષ આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. ફિલ્મના મેકર્સે આજે ​​હનુમાન જન્મોત્સવના અવસર પર ભગવાન શ્રી રામના પરમ ભક્તનું પોસ્ટર રિલીઝ કર્યું છે.


આમાં દેવદત્ત નાગેને શ્રી બજરંગ બલી તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ પોસ્ટર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યું છે. ફિલ્મના પોસ્ટરે હનુમાન જન્મોત્સવનો ઉત્સાહ વધુ વધાર્યો છે. આ પોસ્ટરને શેર કરતા દેવદત્ત નાગેએ કેપ્શનમાં લખ્યું, 'શ્રી રામના ભક્ત અને રામકથાનો આત્મા... જય પવનપુત્ર શ્રી હનુમાન.'


ફિલ્મ ભૂષણ કુમાર આ ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં પણ લોકો જોઈ શકશે. આ સાથે તેને IMAX અને 3D વર્ઝનમાં પણ રિલીઝ કરવામાં આવશે. પરંતુ હિન્દુઓની લાગણી દુભાવવાના નામે ભૂષણ કુમાર સહિત ફિલ્મના મેકર્સ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.


 આદિપુરુષના ફેન્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ગયા વર્ષે આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું જેણ ઘણું ચર્ચામાં રહ્યું હતું. રામાયણ પર આધારિત આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું ત્યારથી જ ફિલ્મ જબરદસ્ત વિવાદોમાં ઘેરાઇ ગઈ હતી. ફિલ્મની સ્ટારકાસ્ટના લૂકથી લઈને તેના VF સુધી ઘણો હોબાળો થયો હતો.
 
આદિપુરુષનું ટીઝર ગયા વર્ષે રિલીઝ થયું હતું. આ જોયા બાદ લોકોએ તેને જોરદાર ટ્રોલ કર્યુ. જોકે ઘણા ફેન્સે પણ તેને ખૂબ પસંદ કર્યું હતું. ટીઝરમાં VFXની મજાક ઉડાવવામાં આવી હતી. ઉપરાંત, લોકો સ્ટાર કાસ્ટના લુકથી ખુશ ન હતા. ઘણા લોકોએ તેને હાઈ બજેટ કાર્ટૂન ફિલ્મ પણ ગણાવી હતી.


આદિપુરુષનું ટીઝર ગયા વર્ષે રિલીઝ થયું હતું. આ જોયા બાદ લોકોએ તેને જોરદાર ટ્રોલ કર્યુ. જોકે ઘણા ફેન્સે પણ તેને ખૂબ પસંદ કર્યું હતું. ટીઝરમાં VFXની મજાક ઉડાવવામાં આવી હતી. ઉપરાંત, લોકો સ્ટાર કાસ્ટના લુકથી ખુશ ન હતા. ઘણા લોકોએ તેને હાઈ બજેટ કાર્ટૂન ફિલ્મ પણ ગણાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application