જામનગરમાં મ્યુકોર્માઇકોસિસમાં વધુ એક દર્દીએ દમ તોડયો: મૃત્યુનું કારણ કોરોના

  • June 18, 2021 11:32 AM 

મ્યુકોર્માઈકોસિસની બીમારીના નવા એકપણ દર્દી નહીં: જ્યારે ૧ દર્દી સાજા થતાં રજા અપાઈ: છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૪ દર્દી પર મેજર સર્જરી કરાઈ: કુલ ૮૭ દર્દીઓ સારવાર હેઠળ: જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં અત્યાર સુધીમાં મ્યુકોર્માઈકોસિસના કુલ ૨૩૬ કેસ સામે આવ્યા, જ્યારે ૮૩ દર્દી સાજા થયા

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં મ્યુકોર્માઈકોસિસના વોર્ડમાં દાખલ થયેલા વધુ એક દર્દીનું ગઈકાલે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જોકે અન્ય બીમારીના કારણે તેનું મૃત્યુ નિપજયું હોવાનો અને છેલ્લા ૩૪ દિવસથી કોરોનાની સારવાર લેતા હોવાનું જાણવા મળ્યું છે.

ગજુભા જાડેજા નામના ૬૪ વર્ષીય દર્દીને ૧૨.૫.૨૦૨૧ ના દિવસે રિલાયન્સ સંચાલિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ૩૨ દિવસની કોરોનાની સારવાર ચાલ્યા પછી તેઓને મ્યુકોર્માઇકોશિશની અસર થઇ હોવાથી પરમ દિવસે રાત્રે જી.જી. હોસ્પિટલના કોવિડ બિલ્ડીંગના ત્રીજા માળે મ્યુકર વોર્ડમાં સીફટ કરવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર પછી ગઈકાલે તેમનું મૃત્યુ નિપજ્યું છે, જેઓનું એમ.આર.આઈ. વગેરે કરાય તે પહેલાં મૃત્યુ થયું હતું, જેથી અભિપ્રાય મેળવવાના બાકી છે.

જોકે આજે બ્લેક ફંગસના કેસમાં વધારો થયો નથી, તેમજ જી. જી. હોસ્પિટલમાંથી ૦૧ દર્દી ને રજા અપાઈ છે, અને હાલ ૮૭ દર્દી સારવાર હેઠળ છે. જી.જી. હોસ્પિટલમાં  આજે વધુ ૪ મેજર સર્જરી કરવામાં આવી હતી.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં મ્યુકોર્માઇકોસિસ (બ્લેક ફંગસ) ના જુદા જુદા ચાર વોર્ડ કાર્યરત છે, અને તમામ દર્દીઓની સધન સારવાર ચાલી રહી છે, જેમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન એકપણ દર્દીઓનો ઉમેરો થયો નથી, અને હાલ ૮૭ દર્દીઓ બ્લેક ફંગસની બીમારીની સારવાર મેળવી રહ્યા છે, ઉપરોક્ત દર્દીઓ પૈકી ૪ દર્દી ઉપર મેજર સર્જરી કરવામાં આવી હતી, આજે એક દર્દીની તબિયતમાં સુધારો થતાં રજા આપવામાં આવી છે.

મ્યુકોર્માઇકોસિસના વોર્ડમાં અત્યાર સુધીમાં ૨૩૬ થી વધુ દર્દીઓ સામે આવ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં ૪ દર્દીઓના મૃત્યુ નિપજ્યાનું જાહેર કરાયું છે, ઉપરાંત કુલ ૬ દર્દીઓની એક એક આંખ કાઢવી પડી છે, અત્યાર સુધીમાં ૮૨ થી વધુ દર્દીઓ સાજા થઇ જતાં રજા આપી દેવાઈ છે.

જી.જી. હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૧૬૬ મેજર સર્જરી કરવામાં આવી છે જ્યારે ૮૨ માઇનોર સર્જરી કરાઇ છે, જી.જી. હોસ્પિટલમાં દાખલ થયેલા ૮૭ દર્દીઓ પૈકી એક દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે, જ્યારે એક દર્દી ઓક્સિજનની સુવિધા પર છે, જ્યારે બાકીના ૮૬ દર્દીઓ રૂમ એર પર સારવાર લઇ રહ્યા છે, જે તમામને સધન સારવાર અપાઇ રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS