જામનગરની કોવિડ હોસ્પિટલમાં મ્યુકોર્માઇકોસિસના વોર્ડમાં દાખલ થયેલા વધુ એક દર્દીનું મૃત્યુ: જ્યારે નવા ૦૨ દર્દી દાખલ

  • July 01, 2021 10:37 AM 

મ્યુકોર્માઈકોસિસની બીમારીના કુલ ૬૦ દર્દીઓ સારવાર હેઠળ: ૦૩ મેજર જ્યારે ૦૪ માઇનૉર સર્જરી કરાઈ: જી.જી. હોસ્પિટલમાં દાખલ થયેલા ૪ દર્દીઓને અપાઈ રજા: કુલ ૨૫૦ કેસ સામે આવ્યા: જ્યારે ૧૧૬  ડિસ્ચાર્જ થયા

જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલમાં મ્યુકોર્માઈકોસિસના વોર્ડમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વધુ એક દર્દીનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હોવાથી બ્લેક ફંગસના દર્દીઓ માટેના માંઠા સમાચાર મળ્યા છે. જોકે તેના મૃત્યુનું કારણ કોરોના તેમજ અન્ય બીમારી હોવાનું જાહેર કરાયું છે. આ વોર્ડ માં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૦૨ દર્દી દાખલ થયા છે, જ્યારે એકી સાથે ૦૪ દર્દીઓને રજા અપાઈ છે. ઉપરાંત ૦૩ મેજર અને ૦૪ માઈનૉર સર્જરી કરવામાં આવી હતી.

જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં મ્યુકોર્માઇકોસિસ (બ્લેક ફંગસ) ના જુદા જુદા બે વોર્ડ કાર્યરત છે, અને તમામ દર્દીઓની સધન સારવાર ચાલી રહી છે. જેમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન બે નવા દર્દીનો ઉમેરો થયો છે. અને હાલ ૬૦ દર્દીઓ બ્લેક ફંગસની બીમારીની સારવાર મેળવી રહ્યા છે. જ્યારે અન્ય ૦૪ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૦૩ મેજર તેમજ ૦૪ માઇનોર સર્જરી કરવામાં આવી હતી.

ઉપરોક્ત વોર્ડમાં દાખલ થયેલા વધુ એક દર્દી માટેના માઠા સમાચાર આવ્યા છે જેમાં પોરબંદરનાં વતની ઘેલાભાઈ કચરાભાઈ બાવરવા (ઉ.વ.૭૯) ને આજથી એક મહિના પહેલા કોવિડની બીમારીના કારણે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર પછી તેઓને મ્યુકોર્માઇકોસિસના વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા, અને આજથી વીસ દિવસ પહેલાં તેમની સર્જરી પણ કરી લેવામાં આવી હતી. જેઓ છેલ્લા ૨૦ દિવસથી બાયપેપ ઉપર હતા, અને ગઈકાલે સાંજે તેઓએ દમ તોડી દીધો હતો.

મ્યુકોર્માઇકોસિસના વોર્ડમાં અત્યાર સુધીમાં ૨૫૦ થી વધુ દર્દીઓ સામે આવ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં ૪ દર્દીઓના મૃત્યુ નિપજ્યાનું જાહેર કરાયું છે. ઉપરાંત કુલ ૬ દર્દીઓની એક એક આંખ કાઢવી પડી છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં બ્લેક ફંગસના સાજા થયેલા દર્દીઓની સદી થઇ છે, અત્યાર સુધીમાં ૧૧૬ દર્દીઓ સાજા થઇ જતાં રજા આપી દેવાઈ છે.

જી.જી. હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૧૮૮ મેજર સર્જરી કરવામાં આવી છે, જ્યારે ૧૧૮ માઇનોર સર્જરી કરાઇ છે. જી.જી. હોસ્પિટલમાં દાખલ થયેલા ૬૦ દર્દીઓ પૈકી એક દર્દી એન.આર.બી.એમ. પર, જ્યારે ૦૧ દર્દી ઓક્સિજનની સુવિધા પર છે. જ્યારે બાકીના ૫૮ દર્દીઓ રૂમ એર પર સારવાર લઇ રહ્યા છે. જે તમામને સધન સારવાર અપાઇ રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS