BREAKING NEWS

ધ્રોલ નજીક વધુ એક હિટ એન્ડ રન: કારની ઠોકરે યુવાનનો ભોગ

  • February 17, 2026 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર- રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક વધુ એક યુવાનનો કારની હડફેટે ચડી જતાં ભોગ લેવાયો છે, અને તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.


 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ ખેડા તાલુકાના ગળતેશ્વર ગામના વતની  મણીભાઈ દેસાઇભાઇ રાઠોડ નામના ૪૮ વર્ષના યુવાનને તેઓ પગપાળા ચાલીને ધ્રોલ નજીકથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન પાછળથી આવી રહેલી જી.જે. -૩ ઇ.એલ. ૩૨૧૮  નંબરની કારના ચાલકે હડફેટમાં લઈ લેતાં ગંભીર ઇજા થઈ હતી, આથી તેઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.
​​​​​​​

 આ અકસ્માતના બનાવ અંગે મૃતકના નાના ભાઈ મહેન્દ્રભાઈ દેસાઇભાઇ રાઠોડ એ પોલીસને જાણ કરતાં ધ્રોલના એએસઆઈ ડી.જે. ગાગીયાએ જી.જી. હોસ્પિટલમાં દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application