હાલમાં ચર્ચાનો વિષય બનેલા હાર્દિક પંડયા અને નતાશા સ્ટેનકોવિકના ડાઇવોર્સ મામલે વધુ એક નવો ફણગો ફટો છે. ક્રિકેટરની પત્ની નતાશા સ્ટેનકોવિકે બીજી એક ક્રિપ્ટીક એટલે કે રહસ્યમય પોસ્ટ કરી છે. સર્બિયન મોડલ અને એકટ્રેસએ ઇન્સ્ટાગ્રામ પર મુંબઈ રોડ – બાંદ્રા–વર્લી સી લિંકનો એક વીડિયો શેર કર્યેા, જેમાં કેપ્શન લખ્યું છે પ્રેઈઝ ગોડ.
આ પહેલા પણ હાર્દિકની બેટરહાફે આવી પોસ્ટ કરી છે. અગાઉ, તેણીએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ભગવાન ઇસુ એક નાના ઘેટાંને અનુસરતા હોય તેવી એક પેઇન્ટિંગ મૂકી હતી. હાર્દિક અને નતાશાના છૂટાછેડાની આસપાસની અટકળો શઆતમાં નતાશાએ તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાંથી તેના નામ પાછળથી હાર્દિકની સરનેમ કાઢી નાખી હતી. યુઝર્સે દંપતીને દર્શાવતા તાજેતરના પોસ્ટ અને ફોટોની ગેરહાજરી તરફ પણ ધ્યાન દોયુ અને આઇપીએલ ૨૦૨૪ મેચોમાં નતાશાની ગેરહાજરી પર પ્રશ્ન કર્યા છે.
એક રેડિટ પોસ્ટમાં લખાયું છે કે, આ માત્ર અટકળો છે, જો કે, હમણાથી બંને એકબીજાને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર પોસ્ટ કે ટેગ કરતા નથી. અગાઉ, નતાશાનું ઇન્સ્ટાગ્રામ યુઝર નામ નતાશા સ્ટેનકોવિક પંડ્યા હતું, પરંતુ હવે તેણે હાર્દિક પંડયાની સરનેમ હટાવી દીધી છે. આ ઉપરાંત તેણીનો જન્મદિવસ ૪ માર્ચે હતો, અને તે દિવસે પણ ક્રિકેટરે પત્ની માંતે કોઈ પોસ્ટ કે સ્ટોરી અપલોડ નથી કરી. નતાશાએ તેણીના અને હાર્દિકના ફોટો વાળી તમામ તાજેતરની પોસ્ટસ પણ પ્રોફાઇલ પરથી કાઢી નાખી છે. ઉપરાંત, તે આ આઇપીએલ સ્ટેન્ડમાં કે ટીમ સંબંધિત સ્ટોરી પોસ્ટ કરતી જોવા મળી નથી. સ્ટેનકોવિક અને પંડાના લને ચાર વર્ષથી વધુ સમય થઈ ગયો છે. તેઓએ ૨૦૨૦ માં એક ગ્રાન્ડ સેરેમની દ્રારા ક્રિશ્ચિયન રિચ્યુઅલ્સ સાથે લગ્ન કર્યા અને ઉદયપુરમાં તેમની હિન્દુ રીતિ રિવાજો મુજબ પ્રભુતામાં પગલાં પાડયા હતા. તેમને અગસ્ત્ય નામનો એક પુત્ર છે. અગસ્ત્ય તાજેતરમાં તેના કાકા કૃણાલ અને તેની પત્ની, સોશિયલ મીડિયા ઇનલુએન્સર પંખુરી શર્મા સાથે રમતા જોવા મળ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech