યુટયુબર ભાવિન ઉર્ફે બન્ની ગજેરા સામે વધુ એક ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગોંડલ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિએ બન્ની ગજેરા અને પિયુષ રાદડિયા સામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના સમાજની સ્ત્રીઓના ચારિત્ર પર આળ મૂકી તે પ્રકારના વીડિયો અપલોડ કરી તેમને બદનામ કરવાની કોશિશ કરી તથા પિયુષે ગોંડલ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખનો પીછો કરી તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતો હોય જે અંગે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે ગોંડલ બી ડિવિઝન પોલીસે બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલમાં લક્ષ્મણનગર ગુંદાળા રોડ વિસ્તારમાં રહેતા ભરત લાલજીભાઈ ઢોલરીયા (ઉ.વ 54) દ્વારા ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલના મોટા ગુંદાળા ગામે રહેતા ભાવિન ઉર્ફે બન્ની ગજેરા અને ગોંડલના પિયુષ રાદડિયાનું નામ આપ્યું છે.
સમાજની સ્ત્રીઓના ચારિત્ર્ય પર આક્ષેપો કરવામાં આવ્યા
ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ જામવાડી વિસ્તારમાં મોતી વોટર પ્લાન્ટ ચલાવે છે અને પટેલ સમાજમાં સામાજિક ધાર્મિક કાર્યોમાં હાજરી આપી સેવાકીય કાર્યો કરે છે. તેમના પત્ની હીનાબેન ગોંડલ તાલુકા પંચાયતમાં પ્રમુખ છે. ગત તા. 19/4/2025 ના તેમના મોબાઈલમાં એક લીંક આવી હતી. જેમાં ભાવીન ઉર્ફે બન્ની ગજેરાની લીંક આવી હતી. જેમાં ફેસબુકમાં એક વીડિયો અપલોડ કર્યો હતો તે જોતા તેમાં ફરિયાદીના અને તેની સમાજની સ્ત્રીઓના ચારિત્ર્ય પર આક્ષેપો કરવામાં આવ્યા હતા.
પિયુષ રાદડિયા સમાજની સ્ત્રીઓની ખોટી માહિતી બન્નીને આપતો હોવાની શંકા
આ ઉપરાંત ગોંડલમાં રહેતો પિયુષ રાદડિયા સમાજની સ્ત્રીઓની ખોટી માહિતી બન્નીને આપતો હોવાની શંકા છે તેમજ આપ્યું જ ફરિયાદીના પત્ની કે જેઓ ગોંડલ તાલુકા પંચાયતમાં પ્રમુખ હોય તેમને બદનામ કરવા અવારનવાર તેનો પીછો કરી સંપર્ક કરવાનો પ્રયત્ન કરતો હોવાનું માલુમ પડ્યું હતું. અગાઉ બદનામીના ડરથી તેમણે આ અંગે ફરિયાદ કરી ન હતી. પરંતુ બાદમાં મિત્રોએ હિંમત આપતા અંતે તેમણે આ ફરિયાદ નોંધાવતા ગોંડલ બી ડિવિઝન પોલીસે બન્ની ગજેરા અને પિયુષ રાદડિયા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : હોટલમાં જમતી વેળાએ કેરીના રસમાંથી વંદો નીકળ્યો
May 20, 2025 05:26 PMવાળને નેચરલી બ્લેક કરવા માટે, મહેંદીમાં મિક્સ કરો આ 3 વસ્તુઓ
May 20, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech