BREAKING NEWS

જામનગરમાં મ્યુલ હન્ટ ઝુંબેશ અંતર્ગત વધુ એક ગુનો નોંધાયો

  • December 19, 2025 01:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

જામનગરમાં ચાલી રહેલી મ્યુલ હન્ટ ઝુંબેશ અંતર્ગત વધુ એક મામલો પોલીસમાં પહોચ્યો છે અને તેના મુળ સુધી પહોચવા પોલીસ દ્વારા તપાસનો કેમેરો જુદી જુદી દીશામાં કેન્દ્રીત કરવામાં આવ્યો છે. 


જામનગરમાં વધુ એક બોગસ બેન્ક ખાતામાં ગેરકાયદે વ્યવહાર થયાનું બહાર આવ્યુ છે, બે શખ્સો સામે ફરીયાદ કરવામાં આવી છે, રાજયમાં ચાલતા મ્યુલ હન્ટ ઓપરેશન અંતર્ગત પોલીસની તપાસ દરમ્યાન એક પછી એક બોગસ ખાતાઓની વિગતો સામે આવી રહી છે, અત્યાર સુધી બે ડઝન ફરીયાદો નોંધાઇ ચુકી છે.


જામનગરના સીટી-બી ડીવીઝન પોલીસ દ્વારા કરાયેલી તપાસ અંતર્ગત વધુ એક બોગસ ખાતુ સામે આવ્યુ છે, સીટી-બી એએસઆઇ ધર્મિષ્ઠાબેન ચૌધરી દ્વારા જાતે ફરીયાદી બનીને જામનગરના રામેશ્ર્વરનગર વિનાયકપાર્કમાં રહેતા પ્રિન્સ રાજેશ ચૌહાણ, નવાગામ ઘેડના ખુશાલ ચૌહાણ આ બંનેની સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે, આરોપીઓએ ગુનાહીત કાવતરૂ રચીને ઇન્ટરનેટના માઘ્યમથી ઠગાઇ કરવાના ઇરાદે ગેરકાયદે નાણાની હેરફેર માટે પ્રિન્સે ખુશાલને પોતાનુ બેન્ક એકાઉન્ટ આપી જેમાં આશરે ૭.૪૩.૦૮૨ની રકમ અનઓથોરાઇઝડ ટ્રાન્જેકશન કરવામાં આવી હોવાનું ખુલ્યુ છે. જેના આધારે પીએસઆઇ સોઢા તપાસ ચલાવી રહયા છે. 


રાજયભરમાં બોગસ બેન્ક ખાતા અંતર્ગત મ્યુલ હન્ટ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જામનગરમાં બે ડઝન જેટલી ફરીયાદોમાં ૫૦થી વધુ શખ્સો પોલીસ ચોપડે ચડી ચુકયા છે અને આ અંગેની તપાસના મુળ સુધી પહોચવા માટે જીણવટભરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application