સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુનું વધુ એક વિવાદીત નિવેદન

  • March 25, 2025 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાધિશ પ્રભુ દ્વારકામાં નથી અને દ્વારકાના ગુગળી બ્રાહ્મણો ધનના લાલચુ છે : સાત દિવસ સુધીમાં કડક કાર્યવાહી કરવા માંગ: ઉગ્ર આંદોલનની ચિમકી સાથે આવેદનપત્ર


સમસ્ત ગુગળી બ્રાહ્મણ જ્ઞાતી-505 દ્વારકાના હોેદેદારો દ્વારા સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ રામકૃષ્ણદાસજી (કોટેશ્ર્વર ગુકુળ)એ એક કથામાં એવા પ્રકારનું નિવેદન કરેલ છે કે શ્રી દ્વારકાધિશજી પ્રભુ દ્વારકામાં નથી અને દ્વારકાના ગુગળી બ્રાહ્મણો ધનના લાલચુ છે આ અંગેનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થતા દ્વારકાવાશીઓમાં રોષની લાગણી વ્યાપી છે. આ બાબતે પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ હતું.


સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો છેલ્લા ઘણા વર્ષથી એકથી વધુ વખત ધાર્મિક લાગણી દુભાય તેવા કથીત નિવેદન કે બફાટના કારણે વિવાદમાં રહયા છે, ખાસ કરીને સનાતન ધર્મના દેવી દેવતાઓને નીચા દેખાડવાની એક પણ તક ચુકતા નથી, હજુ થોડા સમય પહેલા જ સંત શિરોમણી જલારામ બાપા વિશે બફાટ કયર્િ બાદ સ્વામીનારાયણના કહેવાતા સંતને વિરપુર જલાબાપાના મંદિરે પગે લાગીને માફી માગવી પડી હતી.


તાજેતરમાં સ્વામીનારાયણ સંપ્રદાયના શ્રીજી સંકલ્પ મુર્તી સદગુ શ્રી ગોપાળનંદજી સ્વામીની વાતો નામના પુસ્તકમાં વાતર્િ નં. 33માં કથીત રીતે જાણે ભગવાન દ્વારકાધિશ પર જ સવાલો ઉભા કરાયા હોય તેમ દ્વારકામાં ભગવાન કયાંથી હશે, ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાવ તેવો ઉલ્લેખ કરાયાનું સામે આવતા સનાતન ધર્મીઓમાં વ્યાપક રોષની લાગણી ફેલાઇ ગઇ છે.


આ બાબતે દ્વારકા ગુગળી જ્ઞાતીના પ્રમુખ યજ્ઞેશભાઇ ઉપાઘ્યાયે વિડીયો સંદેશમાં આ આવેદન પત્રમાં સાત દિવસની મુદત આપવામાં આવી છે, સાત દિવસ સુધીમાં કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે, જો કાર્યવાહી ન થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી આપવામાં આવી છે.


અમારી માંગ એ છે કે જો સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા બ્રહ્માજી, હનુમાનજી, જલારામ બાપા, દ્વારકાધિશને ટાર્ગેટ કરી, અને મહાન દેખાડી પોતાને  તથા સંપ્રદાયને લાઇમલાઇટમાં રાખવા માંગે છે તો તેઓ આ બાબતે મયર્દિમાં રહે પોતાના સંપ્રદાયમાં રહે તેમ જણાવ્યુ હતું.


આ બાબતે હજુ બે દિવસ પહેલા જ શારદા પીઠાધિશ્ર્વર જગદગુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજે સોશ્યલ મિડીયા મારફત કઠોર શબ્દોમાં આ બાબતને વખોડતા જણાવેલ કે ભગવાન દ્વારકાધિશ દ્વારકા મેં નહીં હે વડતાલ મેં હે, સ્વામીનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં ભગવાન દ્વારકાધિશ પરના સવાલો દુભર્ગ્યિપુર્ણ છે.


આ આવેદન આપતી વેળાએ સમસ્ત ગુગળી બ્રાહ્મણ જ્ઞાતી 505-દ્વારકા, બ્રહ્મસમાજ, આહિર સમાજ તથા વેપારી મંડળના હોદેદારો અને સભ્યો જોડાયા હતા. અને હાય હાય ના નારા લગાવ્યા હતા અને સાત દિવસમાં કડક કાર્યવાહી કરવા જણાવ્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application