રૈયા ટેલિફોન એકસચેન્જ પાસે સોમનાથ સોસાયટીમાં રહેતા ચીટર બિલ્ડર જીતેન્દ્ર મા સામે છેતરપિંડીની વધુ એક ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોસ્ટ ઓફિસમાં બચતની એજન્સી ધરાવનાર આધેડે તેના અને તેની પત્ની માટે લેટ ખરીદવા બિલ્ડરની કાલાવડ રોડ પર શિશાંગ ગામ પાસે આવેલી સાઈટ હોલીડે હોમમાં રોકાણ કયુ હતું. આ ઉપરાંત તેમના ત્રણ મિત્રોએ પણ અહીં લેટ ખરીદવા માટે નાણાં ચૂકવ્યા હતા. પરંતુ આજદિન સુધી લેટ ન આપી આ પાંચેય સાથે મળી કુલ પિયા ૧૪.૨૯ લાખની છેતરપિંડી કર્યા અંગેની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
શહેરના જામનગર રોડ પર ગાયત્રીધામ પાસે શિવધારા શેરી નંબર ૪ માં રહેતા અને જુબેલી પોસ્ટ ઓફિસમાં નાની બચતની એજન્સી ધરાવનાર નીતિનભાઈ પ્રફુલચંદ્રભાઇ રાવલ (ઉ.વ ૫૦) દ્રારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં સોમનાથ સોસાયટી શેરી નંબર–૩ માં રહેતા ઉત્તમ બિલ્ડર્સના માલિક જીતેન્દ્ર કુંવરજીભાઈ મા વિદ્ધ ફરિયાદ નોંધાવી છે.
નીતિનભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૧માં વર્તમાનપત્રમાં જાહેરાત જોયા બાદ તેમણે ઉત્તમ બિલ્ડર્સની ઓફિસ વિશ્વકર્મા સોસાયટી સાધુવાસવાણી રોડ પર આવેલી હોય ત્યાં જઈ કાલાવડ રોડ પર ગામમાં આકાર લેનાર હોલીડે હોમમાં લેટ ખરીદવા માટે ઈચ્છા દર્શાવી હતી. જેથી બિલ્ડરે તેમને સ્કીમ સમજાવી અહીં ૧૬૦ લેટ બનવાના છે. જેમાં ૯.૫૧ લાખમાં ટુ બીએચકે લેટનું વેચાણ થનાર હોવાનું સમજાવ્યું હતું. ફરિયાદીએ આ વાત વાંકાનેર રહેતા તેમના મિત્ર દામજીભાઈ અમરશીભાઈ હરસોરાને પણ કરી હતી. જેથી બાદમાં ફરિયાદી તેમના તથા તેમની પત્નીએ અહીં લેટ ખરીદવા માટે બિલ્ડરને પૈસા ચૂકવ્યા હતા. તેમના મિત્ર દામજીભાઈ હરસોરાએ પણ લેટ ખરીદવા માટે પૈસા આપ્યા હતા. આ ઉપરાંત ફરિયાદીના અન્ય મિત્રો મેહત્પલ અશોકભાઈ ઠાકર(રહે. રઘુવીર સોસાયટી, સહકાર મેઇન રોડ,રાજકોટ) તેમજ મેહત્પલભાઈના મામા અનિલ દુર્લભજીભાઈ જોશી (રહે નાલાસોપારા, મુંબઈ)એ પણ અહીં લેટ ખરીદવા માટે પૈસા આપ્યા હતા.
લાંબો સમય વિત્યે પણ લેટનો કબજો ન મળતા અહીં સાઈટ પર જઈ તપાસ કરતા માત્ર એ અને બી વિંગ જ બની હોવાનું માલુમ પડું હતું યારે તેમણે ડી.વીંગમાં લેટ ખરીધા હતા. ઉત્તમ બિલ્ડર્સની ઓફિસે જઈ તપાસ કરતા ઓફિસ બધં હતી.દરમિયાન ૧૦ તા. ૮૬ ના રોજ વર્તમાન પત્રમાં મારફત તેમને જાણ થઈ હતી કે, બિલ્ડર જીતેન્દ્ર માએ મકાન દેવાની લાલચ આપી છેતરપિંડી કરી છે. જેથી પોતાની સાથે પણ છેતરપિંડી થઈ હોવાનું અહેસાસ થતાં વર્ષ ૨૦૧૧ થી આજદિન સુધી ઉત્તમ બિલ્ડર્સના જીતેન્દ્ર માએ તેમના તથા તેમની પત્ની તેમજ તેમના મિત્ર દામજીભાઈ મેહત્પલભાઈ અને અનિલભાઈના મળી કુલ પિયા ૧૪,૨૯,૪૦૦ હોલીડે હોમ સ્કીમ થકી લેટ આપવાની લાલચ આપી મેળવી લીધા બાદ આજદિન સુધી પરત ન ચૂકવી કે લેટ ન આપી વિશ્વાસઘાત–છેતરપિંડી કરી હોવાની આ ફરિયાદ નોંધાવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તારીખ ૭–૬ ના રોજ શહેરના નિર્મલા રોડ પર જલારામ પ્લોટમાં રહેતા નિવૃત્ત શિક્ષિકા બીલેંડા એસ્ટન હાઈલેન્ડ દ્રારા પણ બિલ્ડર જીતેન્દ્ર મા સામે કાલાવડ રોડ પર મકાન બનાવી આપવાનું કહી પિયા ૧૬ લાખ તેમજ અન્ય એક વ્યકિત ઉજવલભાઈ પટેલ સાથે પિયા ૨૩ લાખ મળી કુલ પિયા ૩૯ લાખની છેતરપિંડી કરી હોવા અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જે ગુનામાં આરોપી બિલ્ડરને ઝડપી જેલહવાલે કરાયો હતો.હવે તેનો જેલમાંથી કબજો લેવામાં આવશે
૫૦ લાખની છેતરપિંડીની અગાઉ ફરિયાદ થઈ હતી
બિલ્ડર જીતેન્દ્ર મા સામે જામનગરના કાલાવડ તાલુકાના હોલીડે સીટી હોમ નામની સ્કીમ મૂકી લેટ વેચાણના નામે પિયા ૫૦ લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાની અગાઉ રાજકોટ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ખોડુ સામંતભાઈ મુંધવાએ ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ ફરિયાદીને ચાર દુકાન અને છ લેટ આપવાનો વાયદો કરી દુકાન–મકાન કે પિયા પરત આપ્યા ન હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech