દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરોગ્ય વિભાગની અનેરી સિદ્ધિ

  • June 23, 2021 11:31 AM 

પ્રથમ દિવસે વેક્સિનેશનમાં સમગ્ર રાજ્યમાં જિલ્લો અવ્વલ

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત તા. 21 જૂનથી રાજ્યની જુદીજુદી પાંચ હજાર જેટલી વેક્સિનેશન સાઈટ પર સધન રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સોમવારથી 18 વર્ષથી ઉપરની ઉપરની વયના તમામ લોકોને કોરોના વેક્સિન આપવાની શરૂઆત માટેના કાર્યક્રમનો પ્રારંભ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા તથા અહીંના જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતી.

સોમવારે પ્રથમ દિવસે કુલ 26 સ્થળોએ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રથમ દિવસે કુલ છ હજાર લોકોને કોરોના વેક્સિન આપવાનો લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો હતો. જે માટે સમગ્ર જિલ્લામાં કુલ 84 સેશન સાઈટ કાર્યરત કરી, કોરોના રસીકરણની કામગીરી કરવામાં આવી હતી.

વેક્સિનેશન કાર્યક્રમના પ્રથમ દિવસે સમગ્ર જિલ્લામાં એક દિવસના સમયગાળામાં 12,646 લાભાર્થીઓને કોવિડ વેક્સિન આપવામાં આવી હતી. આમ, એક દિવસમાં 207.40%નો નોંધપાત્ર લક્ષ્યાંક સાથેની સિદ્ધિ મેળવી, દેવભૂમિ દ્વારકા જિલ્લાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.

કોવિડ વેક્સિનેશનના હાથ ધરાયેલા આ મહાઅભિયાનની કામગીરીમાં નોંધપાત્ર સફળતા મેળવવા બદલ અહીંના જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ જિલ્લાના તમામ આરોગ્ય કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS