બાલંભાના ઉપસરપંચની હત્યામાં વધુ એક આરોપી ઝડપાયો

  • May 18, 2021 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર એસ.ઓ.જી.ની ટુકડીએ ભચાઉના વર્ષામેડીમાથી પકડી લીધો, રિમાન્ડ માટે તજવીજ

જોડિયા તાલુકાના બાલંભા ગામમાં ફાયરિંગ કરીને ઉપસરપંચની હત્યા કરવાના ચકચારી પ્રકરણમાં એક આરોપી પોલીસની પકડમાં આવ્યો હતો દરમિયાનમાં જામનગર એસ.ઓ.જી.ની ટુકડીએ ભચાઉ સુધી તપાસ લંબાવીને વધુ એક આરોપીને પકડી પાડી પોલીસના હવાલે કર્યો છે જ્યાં રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તાજેતરમાં જોડિયા તાલુકાના બાલંભા ગામમાં લીઝ ચાલુ રાખવી હોય તો હપ્તો આપવો પડશે એવી ધમકી આપ્યા બાદ ફાયરિંગ કરીને ઉપસરપંચની હત્યા કરવામાં આવી હતી તેમજ અન્ય એક હથિયારોથી હુમલો કરીને ઈજા પહોંચાડી હતી આ અંગે પોલીસમાં હત્યા, ફાયરિંગ સહિતની કલમ મુજબ ગુનો દાખલ થયો હતો. જેમાં અગાઉ એલસીબીની ટુકડીએ આરોપીને પકડી લીધો હતો.

દરમિયાનમાં જામનગર પોલીસ અધિક્ષક દિપન ભદ્રન દ્વારા ઉપરોકત ગુનામાં ફરાર આરોપીઓને પકડી પાડવા સૂચના કરેલ હોય જે અન્વયે એસ.ઓ.જી ને ટુકડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

એસઓજી પીઆઇ નિનામા, એલસીબી પીઆઇ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પી.એસ.આઇ ગઢવીના નેતૃત્વવાળી ટીમના હેડ કોન્સ્ટેબલ હર્ષદભાઈ તથા અનિરુદ્ધ સિંહ અને રવિભાઈ તથા બીજલભાઇ સહિતની ટુકડી દ્વારા ફરાર આરોપીઓને પકડવા માટે કચ્છ જિલ્લાના ગાંધીધામ, ભચાઉ, અંજાર વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ દરમિયાન મળેલી બાતમીના આધારે આ ગુનાના ફરારી આરોપી ગફૂર અલ્લારખા ઉર્ફે બાવલા જુણેજા રહે. ભચાઉ તાલુકાના નાની ચીરાઇના વરસામેડી ગામ, ભાગેશ્રી નગર સોસાયટી ત્રણના મકાનમાં હોવાની બાતમીના આધારે તપાસ કરીને તેને પકડી પાડી જોડીયા પોલીસને સોંપી આપેલ છે.

ફાયરિંગ કરી હત્યા કરવાના ચકચારી પ્રકરણમાં અત્યાર સુધી બે આરોપી પોલીસની પકડમાં આવી ચૂક્યા છે એસ.ઓ.જી.એ પકડાયેલા આરોપીને રીમાન્ડ પર લેવા સહિતની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)